BAPS Swaminarayan Temple Abu Dhabi Uae નું ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી, 108 ઉંચા આ મંદીરમાં વહે છે ભારતની ત્રણ નદીનું પાણી, જાણો તમામ માહિતી

Rate this post

BAPS Swaminarayan Temple Abu Dhabi UAE : આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. તે લગભગ 27 એકર જમીન પર બનેલ છે, જે દુબઈ-અબુ ધાબી શેખ જાયદ હાઈવે પર સ્થિત છે.

BAPS Swaminarayan Temple Abu Dhabi Uae
BAPS Swaminarayan Temple Abu Dhabi Uae Image

BAPS Swaminarayan Temple Abu Dhabi Uaei Opening

મિત્રો ભારતના વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. તેઓ બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું Swaminarayan Mandir નું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPSએ તેનું નિર્માણ કર્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુના અને સરસ્વતીનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી લાવવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગંગાનું પાણી જ્યાં વહે છે તે બાજુએ ઘાટ આકારનું એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

BAPS Swaminarayan Temple Abu Dhabi Uae
BAPS Swaminarayan Mandir Abu Dhabi Uae

મંદિરમાં ગંગા યમુનાના અને સરસ્વતી નદીનું પવિત્ર જળ ઉપરાંત મંદિરમાં રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોન અને લાકડાના બોક્સમાંથી બનાવેલા ફર્નિચરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અબુ ધાબીમાં આવેલું આ મંદિર પ્રથમ હિંદુ મંદિર છે, જે દેશના વિવિધ ભાગોના યોગદાનથી બનેલું આર્કિટેક્ચરલ અજાયબી છે અને હિન્દુસ્તાની કારીગરીનું પ્રતીક છે. આ ઐતિહાસિક મંદિરના મુખ્ય સ્વયંસેવક વિશાલ પટેલે મંદિરની બંને બાજુએ ગંગા-યમુનાના અને સરસ્વતીના  પાણી વહેવા પાછળના કારણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આની પાછળનો વિચાર તેને વારાણસીના ઘાટ જેવો બનાવવાનો છે, જ્યાં લોકો જઈ શકે. અને ત્યા જઈ બેસી ધ્યાન કરે,

BAPS Swaminarayan Temple Abu Dhabi Uae
BAPS Swaminarayan Temple Abu Dhabi Uae

મંદિરની વિશેષતાઓઃ 

આ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનેલ છે, જે દુબઈ-અબુ ધાબીના શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે આવેલું છે. તે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડાઓમાંથી કોતરવામાં આવેલા મંદિરના આગળના ભાગમાં રેતીના પથ્થર પર આરસની ઉત્કૃષ્ટ કોતરણી છે. મંદિર માટે ઉત્તર રાજસ્થાનથી ગુલાબી રેતીના પથ્થરનો મોટો જથ્થો અબુ ધાબી લાવવામાં આવ્યો છે, આ મંદિરનો અંદરનો ભાગ ઇટાલિયન માર્બલ થી બનેલો છે, આ મંદિરની ખાસ વાત એ છે કે આ આખા મંદિરને બનાવવામાં ક્યાંય પણ આખા મંદિરમાં સ્ટીલ કે સ્કોંક્રિટનો ઉપયોગ થતો નથી, આખુ મંદિર બનાવવામાં માત્ર પત્થરોનો ઉપયોગ થયો છે, આ મંદિરમાં જગન્નાથ યાત્રા, શ્રીકૃષ્ણ લીલા, સમુદ્ર મંથન, રામાયણ, મહાભારત, નિલકંથ વર્ણી જેવી આખી કથાઓ ની કોતરણી કરવામાં આવી છે 

baps hindu mandir, abu dhabi
baps hindu mandir, abu dhabi

ભારતમાંથી કન્ટેનરમાં પત્થરો લઈ જવામાં આવ્યા હતા

મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર મંદિરના નિર્માણ માટે 700 થી વધુ કન્ટેનરમાં બે લાખ ઘનફૂટથી વધુ ‘પવિત્ર’ પથ્થરો લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “ગુલાબી સેંડસ્ટોન ભારતમાંથી લાવવામાં આવ્યો છે. આ પથ્થરને ત્યાંના શિલ્પકારો દ્વારા કોતરવામાં આવ્યો છે અને તેને અહીં કામદારો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પછી અહીંના કલાકારો ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપે છે.

baps hindu mandir abu dhabi photos
baps hindu mandir abu dhabi photos

અબુધાબીમાં જે લાકડાના બોક્સ અને કન્ટેનરમાં પથ્થરો લાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મંદિરમાં ફર્નિચર બનાવવા માટે કરવામાં આવ્યો છે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે, “મંદિરમાં પ્રાર્થના હોલ, કાફેટેરિયા, કોમ્યુનિટી સેન્ટર વગેરેમાં રાખવામાં આવેલ ફર્નિચર પથ્થરો લાવવા માટે વપરાતા બોક્સ લાકડામાંથી બનાવવામાં આવે છે.

BAPS Swaminarayan Temple Abu Dhabi Uae
BAPS Swaminarayan Temple Abu Dhabi Uae

2019 થી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે: 

આ મંદિરનું નિર્માણ કાર્ય 2019 થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. 2017માં પીએમ મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર હશે.

BAPS Swaminarayan Temple Abu Dhabi Uae
BAPS Swaminarayan Temple Abu Dhabi Uae

આ મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. UAE માં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. વડાપ્રધાન મોદી બુધવારે આ નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતે આજથી અબુ ધાબી પહોંચી ગયા છે. 2015થી ગલ્ફ દેશની આ તેમની સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં તેમની ત્રીજી મુલાકાત છે.

વિષ્ણુ સહસ્રનામ ગુજરાતી PDF

પ્રાર્થના ગુજરાતીમાં

 જય આધ્યા શક્તિ આરતી PDF

વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ | પ્રાર્થના સાખી – શ્લોક

આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

Leave a Comment