Divyang Free Bus Pass Yojana Gujarat 2023: દિવ્યાંગ એસ.ટી.બસ મફત મુસાફરી યોજના, જાણો તમામ માહિતી

Rate this post

divyang free bus pass yojana gujarat | handicap yojana 2023 | handicap sahay yojana | divyang bus pass yojana | દિવ્યાંગ એસ.ટી.બસ મફત મુસાફરી યોજના | વિકલાંગ ફ્રી બસ મુસાફરી યોજના | દિવ્યાંગ બસ પાસ યોજના

નમસ્તે મિત્રો હું અને તમે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર દિવ્યાંગ એટલે કે વિકલાંગ લોકોને સંખ્યા ઘણી બધી છે.

મિત્રો તમે એ પણ જાણો છો કે ગુજરાત સરકાર આવા દિવ્યાંગ અને વિકલાંગ લોકોને મદદ કરવા અને તેને સુખાકારીમાં ભાગરૂપ થવા માટે બને તેટલા તથા પ્રયાસો કરી રહી છે.

ગુજરાત સરકાર આવા વિકલાંગ અને દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે ગુજરાતની અંદર ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડી છે.

જેમ કે વિકલાંગ પેન્શન યોજના હોય  કે પછી દિવ્યાંગ કલ્યાણ યોજના અંતર્ગત ઘણી બધી એવી યોજનાઓ છે. જેનાથી ગુજરાતના દિવ્યાંગ અને વિકલાંગ લોકોને આ યોજનાથી ઘણો બધો ફાયદો થાય છે.

આ પણ જરૂર વાંચો: Mafat Tabibi Sahay Yojana Gujarat 2023

તો મિત્રો આજે આપણે આ પોસ્ટની અંદર દિવ્યાંગ કલ્યાણ યોજના અંતર્ગતની એક એવી યોજના કે આ યોજનાની મદદથી ગુજરાતના તમામ દિવ્યાંગ અને વિકલાંગ વ્યક્તિઓ એસટી બસની અંદર

Divyang Free Bus Pass Yojana Gujarat
Divyang Free Bus Pass Yojana Gujarat

ગુજરાતની કોઈપણ જગ્યાએ મફત મા મુસાફરી કરી શકે તેવી દિવ્યાંગ ફ્રી બસ પાસ યોજના બહાર પાડી છે. તો ચાલો જોઈએ આપણે આ દિવ્યાંગ બસ પાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી.

Divyang Free Bus Pass Yojana Gujarat 2023 info

યોજનાનું નામવિકલાંગ ફ્રી બસ મુસાફરી યોજના (Divyang Free Bus Pass Yojana Gujarat)
રાજ્યગુજરાત
વિભાગનિયામક સમાજ સુરક્ષા
લાભાર્થીગુજરાતના દિવ્યાંગ વ્યક્તિ
લાભગુજરાતની કોઈપણ જગ્યાએ બસની અંદર મફત મુસાફરી
ઉદ્દેશગુજરાતના તમામ દિવ્યાંગ અને વિકલાંગ વ્યક્તિઓને આર્થિક રીતે સહાય કરવી
ઓફિસિયલ વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/

વિકલાંગ ફ્રી બસ મુસાફરી યોજના શું છે?

મિત્રો વિકલાંગ ફ્રી બસ મુસાફરી યોજના એક એવી યોજના છે જે ગુજરાતના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાતના તમામ વિકલાંગ અને દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના જીવનની અંદર અભ્યાસ કરવા માટે કોઈપણ પ્રકારનું કામ ધંધો કરવા માટે કે પછી કોઈપણ પ્રકારની સારવાર કરવા માટે

ગુજરાતના એક સ્થળ થી બીજા સ્થળ સુધી પહોંચવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવા હેતુસર આ યોજના છે બહાર પાડવામાં આવી છે

જેમાં દિવ્યાંગ અને વિકલાંગ વ્યક્તિઓને એસટી બસના ફ્રી પાસ આપવામાં આવે છે જેના થકી તે ગુજરાતના કોઈપણ છેડે એસટી બસ ની અંદર ફ્રી મુસાફરી કરી શકે છે.

વિકલાંગ ફ્રી બસ પાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?

તો મિત્રો વિકલાંગ ફ્રી બસ પાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતના તમામ દિવ્યાંગ અને જે વિકલાંગ વ્યક્તિઓ છે તેના જીવનની અંદર પડતી મુશ્કેલીઓ દૂર કરવી અને તેને ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ મુસાફરી કરવામાં મુશ્કેલી ન પડે તેવા ઉદ્દેશ સાથે વિકલન ફ્રી બસ પાસે યોજના છે બહાર પાડવામાં આવી છે.

આ પણ જરૂર વાંચો: Tar Fencing Yojana Gujarat 2023

દિવ્યાંગ બસ પાસ યોજનાની પાત્રતા શું છે?

તો મિત્રો ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા એટલે કે ઈ સમાજ કલ્યાણની દિવ્યાંગો અને વિકલાંગો માટેની એક યોજના એટલે કે દિવ્યાંગ બસ પાસ યોજનાની પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે

દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ 40% થી વધુ દિવ્યાંગ અથવા તો વિકલાંગ વ્યક્તિ હોય તેવા વ્યક્તિને જ આ યોજનાને લાભ મળી શકે છે.

દિવ્યાંગ અથવા તો વિકલાંગ વ્યક્તિએ આ યોજનાનો લાભ લેવા માટે  વ્યક્તિ પાસે પોતાનું ઓળખકાર્ડ હોવું જરૂરી છે.

દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના ગુજરાત રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.

આ પણ જરૂર વાંચો: Godown Subsidy Scheme Gujarat 2023

કયા કયા દિવ્યાંગો અને વિકલાંગો લાભ મળવા પાત્ર છે

દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ નીચે જણાવેલ 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

  • અંધત્વ.
  • આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય.
  • સાંભળવાની ક્ષતિ.
  • ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ.
  • સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ.
  • ઓછી દ્રષ્ટી.
  • ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા.
  • બૌધ્ધિક અસમર્થતા.
  • હિમોગ્લોબિનની ઘટેલી માત્રા.
  • રકતપિત-સાજા થયેલા.
  • દીર્ધકાલીન અનેમિયા.
  • એસીડના હુમલાનો ભોગ બનેલા.
  • હલન ચલન સથેની અશકતતા.
  • સેરેબલપાલ્સી.
  • વામનતા.
  • માનસિક બિમાર.
  • બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ.
  • ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા.
  • વાણી અને ભાષાની અશકતતા.
  • ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ.
  • મલ્ટીપલ ડિસેબીલીટી.

દિવ્યાંગ ફ્રી બસ પાસ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

મિત્રો દિવ્યાંગ ફ્રી બસ પાસ યોજનાનો લાભ લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ જરૂરી છે. તેની માહિતી નીચે આપવામાં આવી છે

  • રહેઠાણનો પુરાવો જેમા લાઈટબીલ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક હોવુ ખુબજ જરૂરી છે.
  • સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવુ ખુબજ જરૂરી છે.
  • ઉંમર અંગેનો પુરાવો જેમા L.C અથવા જન્મનો દાખલો કોઈપણ એક હોવુ જરૂરી છે.
  • અરજદારનું આધારકાર્ડ
  • અરજદારના ફુલ સાઈજના ફોટાઓ 

આ પણ જરૂર વાંચો: Pashu Khandan Sahay Yojana Gujarat 2023

દિવ્યાંગ ફ્રી બસ પાસ માટે ઓનલાઈન ફોર્મ ક્યા ભરવું?

મિત્રો દિવ્યાંગ ફ્રી બસ પાસ માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.ઓનલાઈન ફોર્મ ભરવા માટે સ્ટેપ વાઈજ નીચે જણાવવામાં આવ્યું છે તેને ફોલો કરો.

મિત્રો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ તમે તમારા મોબાઈલ અથવા તો તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ખોલો અને તેમા લખો esamajkalyan gujarat તો તમને પહેલીજ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો .

મિત્રો જો તમે E Samaj Kalyan Portal પર નવા User હોય તો સૌપ્રથમ તમારે Register કરવાનું રહેશે.

જો તમે પહેલા જ Register કરેલું હોય તો તમે તમારી User ID, Password અને Captcha Code નાખી Login કરો.

મિત્રો જેવું તમે લોગીન પર ક્લિક કરશો તો તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે ત્યાં તમને નિયામક સમાજ સુરક્ષા નો વિભાગ જોવા મળશે ત્યાં તમને  દિવ્યાંગ વ્યક્તિઓ માટેના બસના પાસ યોજના જોવા મળશે ત્યાં તમે ક્લિક કરો.

જેવું તમે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના બસના પાસ યોજના પર ક્લિક કરશો તો તમને એક પોપટ જોવા મળશે ત્યાં તમને તમામ પ્રકારની ડોક્યુમેન્ટની કયા કયા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે. તે તમામ તમને ત્યાં માહિતી આપવામાં આવશે જેવું તમે ઓકે કરશો તો તમને ફોર્મ વાળા પેજ ની અંદર ડાયરેક્ટ કરવામાં આવશે અને ત્યાંથી તમે આ ફોર્મ સરળતાથી ભરી શકશો.

Leave a Comment