Gujarati Kankotri Tahuko | ગુજરાતી દીકરી કંકોતરી ટહુકો

Rate this post

Gujarati Kankotri Tahuko (ગુજરાતી કંકોત્રી ટહુકો) : હિંદુ ધર્મમાં લગ્ન એ એક ધાર્મિક વિધિ છે, દીકરી કે દિકરાનો દરેક પરિવાર તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, લગ્નની આ ધાર્મિક વિધિમાં નવ યુગલને આશિર્વાદ આપવા માટે દીકરી કે દિકરાનો પરિવાર પોતાના સગા અને સબંધીના સભ્યોને લગ્નમાં આમંત્રિત કરવા માટે કંકોત્રી આપવામાં આવે છે.

જેમાં દીકરીના કે દિકરા માટે તેમના નાના નાના બાળકો પોતાની કાલી ભાષામાં લગનમાં આવવા માટે આમંત્રણ આપે છે. તેને આપણે ” ટહુકો ” કહેતા હોય છે. તો આ પોસ્ટમાં તમને અલગ અલગ સરસ મજાના ગુજરાતી કંકોત્રી ટહુકાઓ (Gujarati Kankotri Tahuko) અપવામાં આવ્યા છે.

12 રાશિઓના નામ તેના ચિન્હો

ગુજરાતી દીકરી કંકોતરી ટહુકો | Gujarati Kankotri Tahuko | લગ્ન ટહુકો

ગુજરાતી કંકોત્રી ટહુકો | Gujarati Kankotri Tahuko
ગુજરાતી કંકોત્રી ટહુકો | Gujarati Kankotri Tahuko

મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું, ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું.

2 1

સમયની ધડી છે ન્યારી, કુદરતની ક્રુપા છે પ્યારી,અતિ આનંદ છે અમોને,રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો જલ્દી કરો અમારા ભાઈ ના લગ્નમાં આવવાની તૈયારી.

3

મામા લાવશે મામી, રાજી થાશે નાના નાની, મામી છે અમારી ન્યારી..ન્યારી…લાગશે સૌ ને પ્યારી… પ્યારી.

4

આમતો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ. પરણે છે અમારા મામા અને માસી એટલે ચુપ રહેવાય નહિ, જો…જો…હો… લગ્નમાં આવવાનું ભૂલાય નહિ.

5

ગાના હોગા, બજાના હોગા, મૌસમ બડા મસ્તાના હોગા, આંગન બડા સુહાના હોગા હો, રહી હી હમારે મામા કી સાદી, તો આપકો આના હોગા.

6

કોયલના ટહુકારે, મનના મણકારે, ઉગતી ઉષાએ, આથમતી સંધ્યાએ, ડગલામાં દસવાર, પગલાંમાં પંદરવાર, નયનમાં નેવુવાર, સપનામાં સોવાર, હૈયામાં હજારવાર લખતી વખતે લાખોવાર આપને કહેવાનું કે મારા ભાઈના લગનમાં જરૂરને જરૂર આવજો

Gujarati Tahuko For Sister | Dikri Gujarati Tahuko For Lagna Kankotri

7

કેસર ઘોળીને મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર પર, હું તો ચંદન પુરાવું ચોકમાં, આગણે વેરવું છુ ફૂલપાન, વહેલા પધારજો અમારા ફઈબાના લદન માં.

8

ફૂલોની મહેક સુવાસમાં ભળી જાય, મહેંદી તણો શણગાર હાથમાં ભળી જાય, સુરજ તો સાંજે ઢળી જાય, આપ પધારજો સહ પરિવાર. અમારા આંગણે તો સોનામાં સુગંધ ભળી જાય.

9

કૃષ્ણ વિના વૃંદાવન સુનું લાગે, કોયલના ટહુકાર વગર વનરાઈ સુની લાગે, એવી જ રીતે આપના વગર અમારો અવસર સુનો લાગે, તો અમારા બહેનના લગ્નમાં જરૂરને જરૂર આવશોજી.

10

ચહેરો ભૂલી જશો તો ફરિયાદ નહીં કરીએ, નામ ભૂલી જશો તો શિકાયત પણ નહીં કરીએ, જો અમારા ફઈ ના લગ્નમાં આવવાનું ભૂલી જશો તો માફ પણ નહીં કરીએ.

11

હૃદય હશે અમારું ને પ્રેમ હશે તમારો, પ્રસંગ હશે અમારોને આશીર્વાદ હશે તમારા.
માટે અમારા ભાઈના લગનમાં જરૂરને જરૂર આવશોજી.

Gujarati Kankotri For Daughter | Kankotri Tahuko Gujarati

12

લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ તો જીવનભરનો સંગાથ છે, એમ તમને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે, પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એ જ અમારા માટે તો આનંદની વાત છે.

13

અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો, આપ સૌ આવશો તો રંગ જામશે અમારા ઉત્સવનો, માટે અમારા મામાના લદનમાં જરૂરને જરૂર આવજો.

14

ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા, હમારે ભાઈ કી સાદીમેં આપ કો જરૂર આના હી હોગા.

15

શાનમાં કહીએ કે કાનમાં, ના…ના કહેવાદો ને જાહેરમાં. વહેલા વહેલા આવજો અમારા ભાઈના લગનમાં.

16

પત્રિકા લેજો સાંભળી, જો જો પડી ન જાય, ધીરે ધીરે વાંચો, લીટી રહી ન જાય, સમયની ગાડી છે ન્યારી, કુદરતની કૃપા છે પ્યારી, અમે રાહ જોઈને બેઠા છિએ તમારી, તો પછી કરોને અમારા બહેનના લગ્નમાં અવવાની તૈયારી.

દીકરી કંકોતરી ટહુકો

17

મંગલ ફેરા વર-વધૂને પુષ્પો થી વધાવીશું, ગીત, ઢોલ અને શરણાઈથી મધુર સુર રેડાવીશું, ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી-સંબંધી, મિત્રોની, જેનાથી આ શુભ પ્રસંગને અવિસ્મરણીય બનાવીશું,

19

કોયલ ને કુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, તમે અમારા એવા મહેમાન બનો કે અમને તમારા વિના બિલકુલ ન ચાલે, તો અમારા કાકા ના લગ્નમાં જરૂરને જરૂર આવજો.

20

હસ્તી અને હસાવતી, સુન્દર અને સોહામણી સોનાથી પણ સવાઈ, માણેકથી મોંઘી અને રૂપાથી રુડી, પરીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદીના લગ્નમાં વેહલેરા પધારજો.

21

Vakratunda Mahakaya Shloka in Gujarati PDF Download

Leave a Comment