Human Rights Day in Gujarati 2023: જાણો માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

Rate this post

Human Rights Day in Gujarati 2023: નમસ્તે મિત્રો તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે જેને માનવ અધિકાર દિવસ શું છે?, માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?, માનવ અધિકાર દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?,

ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કયારે ઉજવવામાં આવે છે?, પ્રથમ માનવ અધિકાર દિવસ કયારે ઉજવાયો હતો આવા તમામ સવાલોના જવાબો તમને અંહીથી મળી જશે. તો ચાલો જોઈએ વિગતવાર.

5 ડિસેમ્બરે જ પુરી દુનિયામાં (World Soil Day) વિશ્વ માટી દિવસ શા માટે ઉજવવામાં આવે છે, જાણો સંપુર્ણ માહિતી

માનવ અધિકાર દિવસ (Human Rights Day in Gujarati)

માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.

માનવ અધિકાર દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં માનવ અધિકારો પ્રત્યે આદર અને જાગરૂકતા વધારવાનો, રાજકીય ઇચ્છાશક્તિને ગતિશીલ બનાવવાનો અને માનવ અધિકારોના પાલન પ્રત્યે સજાગ રહેવાનો છે.

પ્રથમ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર 1948 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા સ્વીકારી હતી.

માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા એ માનવ અધિકારો પરનો પ્રથમ વૈશ્વિક દસ્તાવેજ છે. આમાં તમામ માનવજાતના મૂળભૂત અધિકારોને રેખાંકિત કરવામાં આવ્યા છે.

જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બર, 1950ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં માનવ અધિકાર દિવસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.

ભારતમાં, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ની સ્થાપના 12 ઓક્ટોબર, 1993ના રોજ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના વર્તમાન અધ્યક્ષ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રા છે. તેઓ 2 જૂન 2021થી આ પોસ્ટ પર કામ કરી રહ્યા છે.

NHRC નું પુરૂનામ “ નેશનલ હ્યુમન રાઈટ કમિશન ” (National Human Rights Commission) છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) નું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ રંગનાથ મિશ્રા હતા. તેમનો કાર્યકાળ 12 ઓક્ટોબર 1993 થી 24 નવેમ્બર 1996 સુધીનો હતો.

રંગનાથ મિશ્રા ભારતના 21મા મુખ્ય ન્યાયાધીશ પણ હતા. તેમણે આ પદ પર 25 સપ્ટેમ્બર 1990 થી 24 નવેમ્બર 1991 સુધી સેવા આપી હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) માં કુલ નવ સભ્યો હોય છે, એક અધ્યક્ષ, પાંચ સંપૂર્ણ સમયના સભ્યો અને ચાર રાષ્ટ્રીય સભ્યોનો સમાવેશ થાય છે.

National Microwave Oven Day: શું તમે જાણો છો? રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શોધ કોણે કરી હતી?

માનવ અધિકાર દિવસ વિશેના પરિક્ષાલક્ષી પ્રશ્નો

માનવ અધિકાર દિવસ કયારે ઉજવવામાં આવે છે?

માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) નું મુખ્યાલય કયાં આવેલું છે

NHRC નું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે.

પ્રથમ માનવ અધિકાર દિવસ કયારે ઉજવવામાં આવ્યો હતો

પ્રથમ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર 1948 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

NHRC નું પુરૂનામ શું છે?

NHRC નું પુરૂનામ ” નેશનલ હ્યુમન રાઈટ કમિશન ” છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ રંગનાથ મિશ્રા હતા.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ની સ્થાપના કયારે થઈ હતી?

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ની સ્થાપના 12 ઓક્ટોબર, 1993ના રોજ કરવામાં આવી હતી.

Leave a Comment