International Migrants Day શા માટે ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની થીમ,

Rate this post

International Migrants Day in Gujarati: મિત્રો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. અને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની થીમ પણ અગલ અલગ હોય છે. વર્ષ 2023ની થીમ એટલે કે વિષય નીચે જણાવેલ છે.

તો ચાલો આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ (International Migrants Day 2023) વિશે વધુ માહિતી મેળવીએ

લઘુમતી અધિકાર દિવસ, ભારતમાં લઘુમતી સમુદાયની સંખ્યા

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ (International Migrants Day in Gujarati)

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.

4 ડિસેમ્બર 2000ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે જાહેર કર્યો.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા દર વર્ષે 18 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ઉજવાવાનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના પડકારો અને મુશ્કેલીઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2023 ની થીમ છે. ” સ્થળાંતર કરનારાઓના યોગદાનનું સન્માન કરવું અને તેમના અધિકારોનો આદર કરવો ” (Honoring the Contribution of Migrants and Respect Their Rights) 

આંતરરાષ્ટ્રીય સંગઠન ફોર માઈગ્રેશન વિશે માહિતી

  • IOM નું પુરૂનામ ” આંતરરાષ્ટ્રીય સંગઠન ફોર માઈગ્રેશન (International Organization for Migration) ” છે.
  • IOM ની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ પછી 6 ડિસેમ્બર 1951ના રોજ કરવામાં આવી હતી.
  • IOM નું વર્તમાન મુખ્ય મથક જીનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં છે.
  • IOM ના વર્તમાન ડિરેક્ટર જનરલ ” એમી પોપ ” છે.
  • IOM હાલમાં 175 સભ્ય દેશો અને 8 નિરીક્ષક દેશો ધરાવે છે.

પ્રવાસી ભારતીય દિવસ વિશે માહિતી

સાથે જ તમને જણાવી દઈએ કે પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 2003માં શરૂ થઈ હતી.

પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે 1915 માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા.

દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. 2023માં 17મી પ્રવાસી ભારતીય દિવસ કોન્ફરન્સ 8-10 જાન્યુઆરી દરમિયાન ઈન્દોરમાં યોજાઈ હતી.

પ્રવાસી ભારતીય દિવસ 2023 ની થીમ હતી, “ડાયાસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો” પ્રવાસી ભારતીય દિવસના આ દિવસે, ભારત સરકાર દ્વારા  પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ પણ આપે છે.

ભારતમાં વિજય દિવસ કયારે અને, શા માટે ઉજવવામાં આવે છે?
International Migrants Day in Gujarati
International Migrants Day in Gujarati

International Migrants Day in Gujarati FAQs

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની ઉજવણી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસની ઉજવણી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા કરવામાં આવે છે.

IOM નું પુરૂનામ શું છે?

IOM નું પુરૂનામ ” આંતરરાષ્ટ્રીય સંગઠન ફોર માઈગ્રેશન ” છે.

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

IOM નું વડુ મથક ક્યાં આવેલું છે?

IOM નું વડુમથક સ્વિત્ઝર્લેન્ડ ના જીનીવા શહેરની અંદર આવેલું છે.

Leave a Comment