Kisan Diwas 2023: 23 December ના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ (કિસાન દિવસ) શા માટે મનાવવામાં આવે છે?

5/5 - (1 vote)

Kisan Diwas in Gujarati 2023 : નમસ્તે મિત્રો આ પોસ્ટમાં તમને 23 December ના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ (કિસાન દિવસ) શા માટે મનાવવામાં આવે છે?. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તેની સંપુર્ણ માહિતી તમને અંહિથી મળી જશે.

તો ચાલો આપણે કિસાન દિવસ વિશે વધુ માહિતી મેળવીએ.

રાષ્ટ્રીય ખેડૂત દિવસ (Kisan Diwas in Gujarati 2023)

ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે.

ચૌધરી ચરણ સિંહ એક ખેડૂત નેતા હતા જેમણે ભારતીય ખેડૂતોના જીવનને સુધારવા માટે ઘણી નીતિઓ શરૂ કરી હતી.

વર્ષ 2001માં ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2001 માં, ભારત સરકારે ચૌધરી ચરણ સિંહના જન્મદિવસ, 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું.

ખેડૂત દિવસને ખેડૂત સન્માન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ કયારે અને શા માટે મનાવવામાં આવે છે?
Kisan Diwas 2023
Kisan Diwas 2023
ગોવા મુક્તિ દિવસ શા માટે ઉજવવામાં આવે છે

ચૌધરી ચરણ સિંહનો ટુંકો જીવન પરિચય

ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ ઉત્તર પ્રદેશના નૂરપુર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો.

28 જુલાઈ 1979ના રોજ, ચૌધરી ચરણ સિંહ સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ (યુ)ની મદદથી ભારતના પાંચમા વડાપ્રધાન બન્યા હતા.

29 મે 1987ના રોજ ચૌધરી ચરણ સિંહનું અવસાન થયું હતું.

જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે 15 ઓક્ટોબરે મહિલા ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસને આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Migrants Day શા માટે ઉજવવામાં આવે છે,

રાષ્ટ્રીય ખેડૂત દિવસના પ્રશ્નો – Kisan Diwas FAQs

ભારતમાં કિસાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતમાં કિસાન દિવસની ઉજવણી 23 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.

કિસાન દિવસની ઉજવણી કોના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે?

કિસાન દિવસની ઉજવણી ચૌધરી ચરણ સિંહ ના જન્મદિવસની યાદમા ઉજવવામાં આવે છે.

પ્રથમ વખત કિસાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી?

ભારતમાં પ્રથમ વખત કિસાન દિવસની ઉજવણી વર્ષ 2001માં કરવામાં આવી હતી.

ભારતમાં કિસાન દિવસની બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

ભારતમાં કિસાન દિવસને ” ખેડૂત સન્માન દિવસ ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચૌધરી ચરણ સિંહનો જન્મ ક્યારે થયો હતો?

ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ ઉત્તર પ્રદેશના નૂરપુર ગામમાં થયો હતો.

ચૌધરી ચરણ સિંહ નું અવસાન ક્યારે થયું હતું?

ચૌધરી ચરણ સિંહનું અવસાન 29 મે 1987ના રોજ થયું હતું.

ચૌધરી ચરણ સિંહ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા?

ચૌધરી ચરણ સિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા.

ભારતમાં મહિલા ખેડૂત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતમાં દર વર્ષે 15 ઓક્ટોબરે મહિલા ખેડૂત દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Comment