Minorities Rights Day in India: લઘુમતી અધિકાર દિવસ, ભારતમાં લઘુમતી સમુદાયની સંખ્યા

Rate this post

Minorities Rights Day in India: મિત્રો ભારતમાં લઘુમતી અધિકાર દિવસ ૧૮ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને ભારતમાં હાલ લઘુમતી સમુદાયની સંખ્યા ૬ છે.

મિત્રો આ શિવાય જો તમે લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day in India) વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય જેમ કે લઘુમતી અધિકાર દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?.

ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?, રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના કોના દ્વારા અને કયારે કરવામાં આવી હતી. જેવી તમામ માહિતી અંહી નીચે આપવામાં આવી છે.

 ભારતમાં વિજય દિવસ કયારે અને, શા માટે ઉજવવામાં આવે છે?

લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day in India)

ભારતમાં 18 ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

લઘુમતી અધિકાર દિવસની ઉજવણીનો હેતુ લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવાનો, તેમની ભાષા, જાતિ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રએ 18 ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

ભારતીય બંધારણ મુજબ ભારતના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે.

બંધારણની કલમ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે. તે પ્રદાન કરે છે કે કોઈપણ નાગરિક અથવા નાગરિકોના વર્ગને અલગ ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ ધરાવવાનો અધિકાર છે.

ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધો અને પારસીઓને લઘુમતી સમુદાયો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે.

27 જાન્યુઆરી 2014ના રોજ કેન્દ્ર સરકારની સૂચના હેઠળ જૈન સમુદાયને લઘુમતી સમુદાય તરીકે પણ સૂચિત કરવામાં આવ્યો હતો. તેથી, હવે ભારતમાં લઘુમતી સમુદાયોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.

મુસ્લિમો ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે. 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં મુસ્લિમો પછી ખ્રિસ્તીઓ બીજા નંબરનો સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમૂહ છે.

ભારત સરકારે 1978માં લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે લઘુમતી આયોગની રચના કરી હતી.

રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના સંસદ દ્વારા રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992ના અમલ સાથે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય લઘુમતી આયોગના પ્રથમ અધ્યક્ષ જસ્ટિસ મોહમ્મદ સરદાર અલી ખાન (1993–1996) હતા.

રાષ્ટ્રીય ઘોડા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?, સૌથી મોંઘો ઘોડો કયો છે?
Minorities Rights Day in India Gujarati
Minorities Rights Day in India Gujarati

Minorities Rights Day in India Gujarati FAQs

ભારતમાં લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

ભારતમાં લઘુમતી અધિકાર દિવસની ઉજવણી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.

લઘુમતી અધિકાર દિવસ ઉજવવાની જાહેરાત કોણે કરી હતી?.

લઘુમતી અધિકાર દિવસ ઉજવવાની જાહેરાત વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી.

ભારતીય બંધારણની કઈ કલમ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે?

ભારતીય બંધારણની કલમ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે.

ભારતમાં લઘુમતી સમુદાયની સંખ્યા કેટલી છે?

ભારતમાં લઘુમતી સમુદાયની સંખ્યા 6 છે.

ભારતમાં કયા કયા સમુદાયને લઘુમતી અધિકાર આપવામાં આવ્યા છે?

ભારતમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધો, પારસીઓ અને જૈનોને લઘુમતી સમુદાયો તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.

Leave a Comment