National Microwave Oven Day: શું તમે જાણો છો? રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શોધ કોણે કરી હતી?

Rate this post

National Microwave Oven Day: શું તમે જાણો છો? રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની શોધ કોણે કરી હતી? અને ક્યારે કરી હતી.

મિત્રો આ પોસ્ટમાં તમને રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ વિશેની તમામ જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે તો ચાલો જોઈએ.

આ પણ જરૂર વાંચો: 5 ડિસેમ્બરે જ પુરી દુનિયામાં (World Soil Day) વિશ્વ માટી દિવસ શા માટે ઉજવવામાં આવે છે

રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ (National Microwave Oven Day)

રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ દર વર્ષે 6 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌથી પ્રભાવશાળી રસોડાનાં ઉપકરણોમાંથી એકની શોધની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે.

અમેરિકન એન્જિનિયર પર્સી સ્પેન્સરને રડાર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આધુનિક માઇક્રોવેવ ઓવનની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે.

પર્સી સ્પેન્સરે 1945માં માઇક્રોવેવ ઓવનની શોધ કરી હતી. સ્પેન્સર રેથિયોન કોર્પોરેશન માટે એન્જિનિયર હતા.

પર્સી સ્પેન્સરે મેગ્નેટ્રોન ટ્યુબનું પરીક્ષણ કર્યું, જે વેક્યુમ ટ્યુબ છે અને માઇક્રોવેવ રેડિયેશન ઉત્પન્ન કરી શકે છે.

મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે પર્સી સ્પેન્સરને ઓગળેલી ચોકલેટ બાર જોઈને માઇક્રોવેવ બનાવવાનો વિચાર આવ્યો.

મેગ્નેટ્રોન ટ્યુબ ચલાવતી વખતે સ્પેન્સર તેના ખિસ્સામાંથી એક કેન્ડી બાર પીગળતો જોયો. આગળ, તેણે મકાઈના દાણા સાથે પ્રયોગ કર્યો અને આધુનિક માઇક્રોવેવના ક્રૂડ વર્ઝન માટે પ્રથમ પેટન્ટ ફાઇલ કરી.

વર્ષ 1947 માં, પ્રથમ વ્યવસાયિક માઇક્રોવેવ ઓવન બજારમાં આવ્યું. આને “રડારેન્જ” કહેવામાં આવતું હતું. તેનું વજન આશરે 750 પાઉન્ડ હતું અને તેની કિંમત $2,000 થી વધુ હતી.

અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને શોધક પર્સી સ્પેન્સરનો જન્મ 9 જુલાઈ, 1894ના રોજ હોવલેન્ડ, મેઈનમાં થયો હતો.

તેણે 12 વર્ષની ઉંમરે ગ્રામર સ્કૂલ છોડી દીધી. આ પછી સ્પેન્સરે વિવિંગ મિલમાં સ્પિન્ડલ બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસ વિશેના પરિક્ષા માટેના અગત્યના પ્રશ્નો

રાષ્ટ્રીય માઇક્રોવેવ ઓવન દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?

દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ

માઇક્રોવેવ ઓવનની શોધ કોણે કરી હતી?

અમેરિકન એન્જિનિયર પર્સી સ્પેન્સર

માઇક્રોવેવ ઓવનની શોધ કયારે કરવામાં આવી હતી?

પર્સી સ્પેન્સરે 1945માં માઇક્રોવેવ ઓવનની શોધ કરી હતી

પર્સી સ્પેન્સરનો જન્મ કયારે થયો હતો?

પર્સી સ્પેન્સરનો જન્મ 9 જુલાઈ, 1894ના રોજ હોવલેન્ડ, મેઈનમાં થયો હતો

Leave a Comment