Pashu Khandan Sahay Yojana Gujarat 2023, પશુપાલકોના ગાય અને ભેંસ ના વિયાણ બાદ મળશે, 150 કિગ્રા મફત ખાણદાણ

Rate this post

Pashu Khandan Sahay Yojana Gujarat 2023 |  khan dan sahay yojana | પશુ ખાણદાણ સહાય યોજના | ikhedut portal yojana 2023 | મફત 150 કિગ્રા ખાણદાણ યોજના 

નમસ્તે મિત્રો હું અને તમે બધા જાણીએ છીએ કે આપણો દેશ ભારત એ કૃષિપ્રધાન દેશ છે. અને મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે કૃષિ અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુઓ છે. 

આપણે સૌ જાણીએ છીએ કે પશુ એ આપણી ખેતી માટે કેટલું ઉપયોગી છે કારણ કે  તેનું છાણ આપણી ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે માટે જેટલા ખેડૂતો છે એ લગભગ પશુઓ રાખતા જ હોય છે ગાય અથવા તો ભેંસ અથવા તો બળદ તો હોય જ તે

પરંતુ આજે આપણે વાત કરીએ છીએ એવા ખેડૂતો માટે કે એવા પશુપાલકો માટે કે જે ગાય અથવા તો ભેંસો રાખે છે.  એમાં પણ ખાસ કરીને એવા પશુપાલકો કે જે અનુસૂચિત જનજાતિના છે. જો આવા અનુસૂચિત જનજાતિના પશુપાલકો ગાય અથવા તો ભેંસો રાખતા હોય અને તે વિયાણી હોય.

આ પણ જરૂર વાંચો: Tar Fencing Yojana Gujarat 2023

તો એવા પશુપાલકોને ગુજરાત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા એક પશુખાણ સહાય યોજના બહાર પાડવામાં આવી છે તો ચાલો જોઈએ કે.

આ ખાણદાણ સહાય યોજના શું છે આ મફત પશુ ખાનદાન યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ જગ્યાએ કરવી. આ યોજનાનો કેટલો લાભ મળવા પાત્ર છે. તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે.

Pashu Khandan Sahay Yojana Gujarat 2023
Pashu Khandan Sahay Yojana Gujarat 2023

Pashu Khandan Sahay Yojana Gujarat 2023

યોજનાનું નામપશુ ખાણદાણ સહાય યોજના 2023 ( Pashu Khandan Sahay Yojana Gujarat 2023)
સહાય150 કિલોગ્રામ ખાણદાણ
વર્ષ2023
લક્ષ્યાંક6961
અરજી ક્યા કરવીikhedut portal
અરજી કરવાની છેલ્લી તારીખ01/05/2023 થી 15/06/2023
વિભાગકૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ
રાજ્યગુજરાત

મફત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ લેવા માટેના જરૂરી નિયમો અને ધોરણ

આ યોજનાનો લાભ ગુજરાતના તમામ અનુસૂચિત જનજાતિના પશુપાલકોને મળવાપાત્ર છે

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પશુપાલકોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

 પશુ ખાણદાણ સહાય યોજના ના નિયંત્રણ ની જવાબદારી પશુપાલન નિયામકશ્રી ની રહેશે 

 આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પશુ વિયાણ ના 60 દિવસ ની અંદર અરજી આઈ પોર્ટલ પર કરવાની રહેશે

અરજદાર પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કર્યાબાદ બિડાણ સહ અરજી પર દર્શાવેલ સરનામે રજુ કરવાની રહેશે અથવા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર બિડાણ સહ અપલોડ કરવાની રહેશે.

આ યોજનાના ઘટકો માટે સબંધિત નાયબ મદદનીશ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત કચેરી અમલીકરણ અધિકારી રહેશે.

આ પણ જરૂર વાંચો: Godown Subsidy Scheme Gujarat 2023

અરજદાર પશુપાલકે અરજી સાથે પશુના વિયાણ થયા અંગે ખરાઈનું પ્રમાણપત્ર જે તે સંબંધિત જિલ્લા પંચાયત કચેરી અથવા રાજ્યકક્ષાની કચેરીના સરકારી જઈને પશુધન નિરિક્ષક પાસેથી મેળવી રજૂ કરવાનું રહેશે

યોજના અંતર્ગત તમામ જિલ્લાઓના વાર્ષિક સંકલિત લક્ષ્યાંકને ધ્યાને લઇ રાજ્ય સરકારશ્રી દ્વારા માન્ય થયેલ ખાણદાણના ભાવ મુજબ તેમજ જી.સી.એમ એમ એફ. આણંદ દ્વારા નિયત થયેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ લાભાર્થીઓને સહાય માટે પુરૂ પાડવાનું રહેશે.

સંબંધિત અમલીકરણ અધિકારીએ સહાયનો લાભ મેળવેલ લાભાર્થી પશુપાલક નું નામ સહાયની રકમ, સહાયનું વર્ષ વિગેરે વિગતો નિભાવવાની રહેશે અને જયારે જરૂર પડે ત્યારે પશુપાલન નિયામકશ્રીની કચેરીને પુરી પાડવાની રહેશે.

ખાણદાણની ગુણવત્તા બાબતની સંપૂર્ણ જવાબદારી ખાણદાણ ઉત્પાદન સપ્લાય કરનાર દૂધસંઘની રહેશે.

The Right of Persons with Disabilities Act, 2016ની Section-24 અને Section-37 ની જોગવાઇઓ અનુસાર સદર યોજનામાં દીવ્યાંગો ને 5% ની મર્યાદામાં અને તેમાં પણ દિવ્યાંગ મહિલાઓને યોગ્ય પ્રાધાન્યતા સાથે અનામતનો લાભ આપવાનો રહેશે.

કોઇપણ કારણસર જો દિવ્યાંગ લાભાર્થીઓ પુરતા પ્રમાણમાં ન મળે તો યોજનાની શરતો પરિપૂર્ણ કરતા અન્ય લાભાર્થીઓને લાભ આપવાનો રહેશે.

યોજનાના સુચારૂ અમલીકરણ અંગેની સર્વ સત્તા તથા યોજનાના અમલીકરણમાં જરૂર જણાય તે મુજબ શરતો અને બોલીઓમાં સુધારા વધારા કરવાની સત્તા પશુપાલન નિયામક્થીને રહેશે,

પશુપાલન નિયામકશ્રીની કચેરીએ સદર યોજનાની ગ્રાન્ટ સંબંધિત જિલ્લા પંચાયતના ડીડીઓ પીએલએ ખાતે જમાકરવાની રહેશે.

ગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો (યુ.ટી.સી.) સંબંધિત જિલ્લા પંચાયત કચેરીના નાયબ/મદદનીશ પશુપાલન નિયામકશ્રીએ નિયત નમૂનામાં પશુપાલન નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને સમયસર મોકલવાના રહેશે

તેમજ સબસિડી સહિત થનારા ખર્ચના વિગતવાર હિસાબો તથા ઓડિટને લગતી કામગીરી કરવાની રહેશે. 

આ યોજનામાં ખાણદાણ વિતરણની બેગ ઉપર પશુપાલન નિયામકશ્રી દ્વારા નિયત કરેલ ડિઝાઈન પ્રદર્શિત કરવાની રહેશે.

આ પણ જરૂર વાંચો: Mafat Tabibi Sahay Yojana Gujarat 2023

Leave a Comment