PM Wani Yojana: હવે ભારતના દરેક ગરીબ અને છેવાડાના ગામોમાં મળશે, ફ્રી વાઇ-ફાઈની સુવિધા, જાણો પીએમ વાણી યોજના વિશે,

Rate this post

PM Wani Yojana શું છે? (પીએમ વાણી યોજના)

ડીજીટલ ઈન્ડિયા બાદ હવે આપણા દેશની સરકાર દેશના દરેક નાગરિકોને વાઈફાઈની સુવિધા આપવા જઈ રહી છે. 

આજના સમયમાં ઇન્ટરનેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી દ્વારા  PM વાણી યોજના શરૂ કરવામાં આવી છે. 

પીએમ-વાણીનું પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર વાઇ-ફાઇ એક્સેસ ઇન્ટરફેસ છે. હવે પીએમ વાણી યોજના દ્વારા આપણા દેશમાં પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કના પ્રસાર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

આ સાથે દેશના તમામ નાગરિકોને Wi-Fi દ્વારા ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે તેને Wi-Fi ‘ક્રાંતિ’ ગણાવી છે. 

આ લેખ દ્વારા, અમે તમને PM-WANI યોજનાના લાભો, ઉદ્દેશ્યો, વિશેષતાઓ, પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો, ઑનલાઇન અરજી પ્રક્રિયા વગેરે જેવી આ યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપવા કરવા જઈ રહ્યા છીએ, જેથી તમે આ પીએમ વાણી યોજના. લેખ શરૂઆતથી અંત સુધી જરુર વાંચો.

PM Wani Yojana નો ઉદ્દેશ

પીએમ વાણી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના તમામ છેવાડાના ગામો તથા જાહેર સ્થળોએ વાઇફાઇ હોટસ્પોટ સુવિધા પૂરી પાડવાનો છે. આ યોજનાના સફળ અમલીકરણ માટે, સમગ્ર ભારતમાં જાહેર ડેટા કેન્દ્રો ખોલવામાં આવશે. જેના માટે કોઈ લાયસન્સ ફી કે રજીસ્ટ્રેશન રહેશે નહીં. 

આ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો સરળતાથી પોતાનો વ્યવસાય વધારી શકે છે, આ યોજના થી તેમની આવકમાં પણ વધારો થશે અને તેમની જીવનશૈલીમાં પણ સુધારો થશે. 

આ સ્કીમ ઈન્ટરનેટ સેક્ટરમાં ખૂબ જ ક્રાંતિકારી સ્કીમ સાબિત થવા જઈ રહી છે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે અને તથા ભારત આત્મનિર્ભર બનાવવા માટે પણ પ્રોત્સાહન આપશે.

ફ્રી વાઇ-ફાઇ પીએમ વાણી યોજના ત્રણ તબક્કામાં મળશે

 • પ્રથમ તબક્કામાં, ઉદ્યોગપતિઓ એરટેલ, જિયો અથવા અન્ય કોઈપણ નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ સુવિધાનો લાભ લઈ શકે છે, તેમની આસપાસ Wi-Fi સુવિધા પણ તેમના માટે ઉપલબ્ધ છે.
 • બીજા તબક્કામાં પબ્લિક ડેટા ઓફિસ થી કે જે દરેકને ઈન્ટરનેટ આપવામાં મદદ કરશે.
 • છેલ્લા તબક્કામાં સામાન્ય નાગરિકો એક એપ દ્વારા આ ઈન્ટરનેટ વાઈ-ફાઈ સુવિધાનો લાભ લઈ શકશે.

આ રીતે કામ કરશે PM Wani Yojana

 • અત્યારની કોઈપણ દુકાનને ડેટા ઓફિસમાં રૂપાંતરિત કરવામાં આવશે.
 • ભારત સરકાર 7 દિવસમાં ડેટા ઓફિસ, ડેટા એગ્રીગેટર, એપ સિસ્ટમ માટે સેન્ટર ખોલવાની મંજૂરી આપશે.
 • પબ્લિક ડેટા એગ્રીગેટરનું કામ અધિકૃતતા અને એકાઉન્ટિંગની દેખરેખ રાખવાનું રહેશે.
 • આ પબ્લિક ડેટા ઓફિસ માટે કોઈ લાઇસન્સ, નોંધણી કે કોઈ ફી આપવાની રહેશે નહીં.
 • આ ત્રિસ્તરીય સિસ્ટમ છે જેના દ્વારા દેશના તમામ ગરીબ અને છેવાડાના નાગરિકોને Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સેવા પુરી પાડવામાં આવશે.

આ છે PM Wani યોજનાના લાભો અને મુખ્ય વિશેષતાઓ

PM-WANI યોજનાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 9 ડિસેમ્બર 2020 ના રોજ મંજૂરી આપી દેવામાં આવી છે.

પીએમ વાણી યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેના પર ભારત સરકારે અંદાજીત 11000 કરોડ રૂપિયાનું બજેટ સુનિશ્ચિત કર્યું છે.

પ્રધાનમંત્રી વાણી યોજના દ્વારા દેશના તમામ ગામો તથા જાહેર સ્થળો પર વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ યોજનાને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇનિશિયેટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ યોજના હેઠળ દેશભરમાં પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે. દરેક ગામમાં હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. જે અંતર્ગત વાઈ-ફાઈની સુવિધા બિલકુલ ફ્રી હશે.

ફ્રી વાઈ-ફાઈ વાણી સ્કીમ દ્વારા બિઝનેસને ખુબ  વેગ મળશે. જેના કારણે જનતાની આવકમાં વધારો થશે, રોજગારીની તકો વધશે અને જીવનશૈલી સુધરશે.

આંદામાન નિકોબાર ટાપુઓમાં સબમરીન ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પણ નાખવામાં આવશે.

પબ્લિક ડેટા સેન્ટર ખોલવા માટે કોઈ અરજી ફી અથવા નોંધણી ફી ચૂકવવાની રહેશે નહીં.

પબ્લિક ડેટા ઓફિસ ખોલવા માટે તમામ પ્રદાતાઓએ ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.

હાલમાં આ દેશોમાં જાહેર Wi-Fi સુવિધા ઉપલબ્ધ છે

 • યુનાઇટેડ સ્ટેટ્સ,
 • કેનેડા, પોર્ટુગલ,
 • સ્વીડન,
 • જર્મની,
 • સ્વિટ્ઝર્લેન્ડ,
 • સિંગાપોર,
 • બેલ્જિયમ,
 • બલ્ગેરિયા

ફ્રી વાઇફાઇ સ્કીમ માટે ભારત સરકાર સામેના પડકારો

 • ભારતમાં જનસંખ્યા વિશ્વના મોટા ભાગના દેશો કરતા વધારે છે જે જાહેર Wi-Fi સુવિધા પૂરી પાડવાની તૈયારી કરી રહ્યા છે.
 • ભૌગોલિક અસમાનતા પણ એક મોટો પડકાર છે. ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીર, લદ્દાખ અથવા ઉત્તર-પૂર્વના ઘણા વિસ્તારોમાં, અવિરત મોબાઇલ નેટવર્ક હજી પણ એક પડકાર છે.
 • પબ્લિક ડેટા ઓફિસનું મોનિટરિંગ કરવું પડશે અને ટેકનિકલી ખુબજ સક્ષમ બનાવવું પડશે.

આ પણ જરૂર વાંચો:

Smartphone Sahay Yojana Gujarat

Free Silai Machine Yojana Gujarat

Divyang Free Bus Pass Yojana Gujarat

Pashu Khandan Sahay Yojana Gujarat

Mafat Tabibi Sahay Yojana Gujarat 

Tar Fencing Yojana Gujarat

Godown Subsidy Scheme Gujarat

Leave a Comment