પ્રાર્થના ગુજરાતીમાં । Prarthana Lyrics in Gujarati PDF Download

Rate this post

Prarthana Lyrics in Gujarati : નમસ્તે મિત્રો શું તમે પ્રાર્થના ગુજરાતીમાં શોધી રહ્યા છો? તો તમે સાચી જગ્યાએ અવ્યો છો. કારણ કે તમને અંહી આ પોસ્ટમાં તમામ પ્રકારની પ્રાર્થનાઓ ગુજરાતી Lyrics માં મળી જશે અને સાથે સાથે તેની PDF Download પણ કરી શકશો.

સર્વધર્મ પ્રાર્થના | Sarva Dharma Prarthana Lyrics in Gujarati

ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પૂરુષોત્તમગુરુ તું । 

સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું ॥ 

બ્રહ્મ મજદ તું, યહવ શક્તિ તું, ઈશુપિતા પ્રભુ તું । 

રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું ॥

વાસુદેવ ગો વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું । 

અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું ॥

સર્વધર્મ પ્રાર્થના | Sarva Dharma Prarthana in Gujarati
સર્વધર્મ પ્રાર્થના | Sarva Dharma Prarthana in Gujarati

જય આધ્યા શક્તિ આરતી PDF

તેરી પનાહ મે હમે રખના | Teri Panah Me Hame Rakhna Lyrics in Gujarati

તેરી પનાહ મે હમે રખના સીખે હમ નેક રાહ પર ચલના (૨) 

કપટકર્મ ચોરી બેઈમાની, ઔર હિંસા સે હમકો બચાના. 

નાલી કા બન જાઉ ના પાની, નિર્મલ ગંગા જલ હી બનાના ઓ.. ઓ.. 

અપની નિગાહ મે હમે રખના તેરી પનાહ મે હમે રખના.. 

ક્ષમાવાન કોઈ તુજસા નહી ઔર મુજસા નહી કોઈ અપરાધી. 

પુણ્ય કી નગરી મે ભી મૈને પાપો કી ગઠરી હી બાંધી ઓ.. ઓ.. 

કરૂણા કી છાંવ મે હમે રખના તેરી પનાહ મે હમે રખના.. 

તેરી પનાહ મે હમે રખના સીખે હમ નેક રાહ પર ચલના (૨)

તેરી પનાહ મે હમે રખના | Teri Panah Me Hame Rakhna Lyrics in Gujarati
તેરી પનાહ મે હમે રખના | Teri Panah Me Hame Rakhna Lyrics in Gujarati

મંદીર તારું વિશ્વ રૂપાળું | Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

મંદીર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે.

પળ પળ તારા દર્શન થાએ, દેખે દેખનહારા રે.

નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિ મંદીરને તાળા રે.

નીલગગનમાં મહિમા ગાતા ચાંદો – સૂરજ તારા રે.

વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે.

મંદીરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે.

મંદીર તારું વિશ્વરૂપાળું સુંદર સરજનહારા રે.

મંદીર તારું વિશ્વ રૂપાળું | Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati
મંદીર તારું વિશ્વ રૂપાળું | Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

ઇતની શક્તિ હમે દેના દાતા | Itni Shakti Hame Dena Data Lyrics in Gujarati

ઇતની શક્તિ હમે દેના દાતા,

મન કા વિશ્વાસ કમજોર હો ના,

હમ ચલે નેક રસ્તે પે હમસે,

ભૂલકર ભી કોઇ ભૂલ હો ના,

ઇતની શક્તિ હમે દેના દાતા

દૂર અજ્ઞાન કે હો અંધેરે,

તું હમેં જ્ઞાન કી રોશની દે,

હર બુરાઈ સે બચતે રહે હમ,

જીતની ભી દે ભલી જિંદગી દે,

બૈર હોના કિસી કો કિસી સે,

ભાવના મનમેં બદલે કી હો ના,

હમચલે નેક રસ્તે પે હમસે,

ભૂલકર ભી કોઈ ભૂલ હો ના.

હમના સોચે હમેં ક્યા મિલા હૈ,

હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પન,

ફૂલ ખુશીઓ કે બાંટે સભી કો,

સબ કા જીવન હી બન જાયે મધુવન,

કરુણા કા જલ તું બહાકર,

કરદે પાવન હર એક મન કા કોના,

હમચલે નેક રસ્તે પે હમસે,

ભૂલકર ભી કોઈ ભૂલ હો ના.

ઇતની શક્તિ હમે દેના દાતા

ઇતની શક્તિ હમે દેના દાતા | Itni Shakti Hame Dena Data Lyrics in Gujarati
ઇતની શક્તિ હમે દેના દાતા | Itni Shakti Hame Dena Data Lyrics in Gujarati

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું | Maitri Bhav nu Pavitra Zarnu Lyrics Gujarati

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે..
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે.
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે.
દીન, કુરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે.
કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે.
માર્ગ ભુલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું.
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે.
‘ચિત્રભાનુ’ની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે.
વેરઝેરનાં ભાવ ત્યજીને, મંગલ ગીતો સૌ ગાયે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે.

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું | Maitri Bhav nu Pavitra Zarnu Lyrics Gujarati

Leave a Comment