Ram Temple Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવેલા મહેમાનોને ભેટ તરીકે ધાતુના દીવા-માળા સહિત બીજુ શું શું મળ્યું જાણો તમામ માહિતી

Rate this post

Ram Temple Ayodhya: અયોધ્યા રામ મંદિર ઉદઘાટનઃ અયોધ્યાના શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક વિધિમાં ઘણા મહેમાનોએ હાજરી આપી હતી. મંદિરમાં અભિષેક સમારોહમાં ઉપસ્થિત બધાજ મહેમાનોને ભેટ આપવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગભગ 7,000 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવેલા મહેમાનો

અયોધ્યાની રામ નગરીમાં ભવ્ય સમારોહ વચ્ચે નવનિર્મિત મંદિરમાં રામલલાની નવી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક વિધિમાં RSSના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અભિનેતા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વિકી કૌશલ, કેટરિના કૈફ, અરુણ ગોવિલ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, રવિશંકર પ્રસાદ ગુજરાતના લોક લાડિલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા બધા મહેમાનો હાજર રહ્યા હતા. તથા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ઘણા લોકો તેમાં જોડાયા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અગાઉ કહ્યું હતું કે મેગા ફંક્શનમાં 7,000 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

જાણિતા અભિનેતા અનુપમ ખેર, મનોજ જોશી, તથા ગાયકોમાં  કૈલાશ ખેર, જુબિન નૌટિયાલ, ગીતકાર પ્રસૂન જોશી પણ અહીં મહેમાનોમાં સામેલ થયા હતા. રવિવારે હેમા માલિની, કંગના રનૌત, શ્રી શ્રી રવિશંકર, મોરારી બાપુ, રજનીકાંત, પવન કલ્યાણ, મધુર ભંડારકર, સુભાષ ઘાઈ, શેફાલી શાહ અને સોનુ નિગમ અયોધ્યા પહોંચ્યા હતા. આ તમામ મહેમાનો નું  મંદિર પરિસરના વાઇબ્રન્ટ ફ્લોરલ ડેકોરેશન સાથે સ્થળ પર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવેલા મહેમાનોને આપવામાં આવેલ ભેટ

સૂત્રોએ જણાવ્યું કે મહેમાનોને વસ્તુઓનો એક ખાસ સેટ ભેટમાં આપવામાં આવ્યો છે, જેમાં અયોધ્યા પર એક પુસ્તક, ધાતુની ‘દીયા’, તુલસીની ‘માળા’ અને તેના પર ભગવાન રામના નામનો સ્કાર્ફ શામેલ છે. પુસ્તકનું નામ ‘અયોધ્યા ધામ- ધ લોર્ડ્સ એબોડ’ છે, જેના કવર પર રામ લલ્લાની જૂની મૂર્તિની તસવીર પણ છે. ‘માળા’ એક કાપડની થેલીમાં છે જેમાં ‘ઉત્તર પ્રદેશ ટુરીઝમ’ અને તેની ટેગલાઈન લખેલી છે. મહેમાનોને ચાર લાડુ, ચિપ્સ, રેવડી, કાજુ અને કિસમિસનું બોક્સ પણ આપવામાં આવ્યું છે.

અયોધ્યામાં ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે અને કડકડતી ઠંડી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અહીં આવેલા લોકોના ઉત્સાહને ઓછો કરી શકી નથી. આ ભવ્ય મંદિરનું નિર્માણ પરંપરાગત નાગર શૈલીમાં કરવામાં આવ્યું હતું. તેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને આખરે 161 ફૂટ (શિખર) હશે. તે 392 સ્તંભો પર આધારિત છે અને તેમાં 44 દરવાજા છે. મંદિરના સ્તંભો અને દિવાલો પર હિંદુ દેવી-દેવતાઓના જટિલ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રામલલાની નવી મૂર્તિ મંદિરના ભોંયતળિયે ગર્ભગૃહમાં મૂકવામાં આવી છે.

Search Topic: Ram Temple Ayodhya

ram temple ayodhya,
ayodhya ram temple,
ram temple,
ram ji photo,
ayodhya ram temple photo,
ram temple ayodhya photos,
ram temple photo,
ayodhya ram temple location,
ram temple pratishtha time,
ayodhya ram temple live,
ram murti ayodhya,
Ram Mandir Pratishtha,
ram temple inauguration time,
ram temple rangoli,
ram ji’s aarti,
ram mandir live,
ram temple inauguration,
ram mandir murti,
ram temple ayodhya photo,
ayodhya ram murti,
where is ayodhya ram temple,
ram aarti,
ayodhya ram photo,
ayodhya ram statue,
ayodhya ram temple history,

Leave a Comment