Rashi Name Gujarati | 12 રાશિઓના નામ તેના ચિન્હો

Rate this post

Rashi Name Gujarati: નમસ્તે મિત્રો જો તમે 12 રાશીઓના નામ અને તેના ચિંન્હો કયા કયા છે તે શોધી રહ્યા છો તો તમે બીલકુલ સાચી જગ્યાએ આવ્યા છો કરણ કે અંહી તમને આ લેખમાં 12 રાશીઓના નામ અને તેના ચિંન્હો કયા કયા છે,

12 રાશીઓના નામ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, કઈ રાશીમાં કયા ગુજરાતી અક્ષરો આવે છે, અને સાથે સાથે 12 ​​રાશિઓ અને તેમના સ્વામીઓ કયા કયા ગ્રહો છે તેની પણ સંપુર્ણ માહિતી આપવામાં આવી છે તો ચાલો આપણે 12 રાશીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. 

મિત્રો આપણા હિંદુ ધર્મમાં રાશીઓનું ખુબજ મહત્વ છે, હિંદુ ધર્મમાં જન્મેલ નવજાત શિશુનું નામ તેમના જ્યોતિષીય ચાર્ટ (કુંડળી)ના આધારે રાખવામાં આવે છે. 

હિંદુ કેલેન્ડર અને રજાઓમાં પણ જ્યોતિનું ખુબજ ધ્યાન રાખવામાં આવે છે. લગ્ન, નવો ધંધો ખોલવા અથવા નવા ઘર પ્રવેશ જેવા મોટા નિર્ણયો લેતી વખતે પણ જ્યોતિષ જોઈને શુભ મુર્હત કરવામાં આવે છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, રાશિચક્રને લિંગના આધારે વહેંચવામાં આવે છે. મેષ, મિથુન, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિને પુરૂષ ચિહ્નો માનવામાં આવે છે. તે જ સમયે, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન રાશિને સ્ત્રી સંકેતો માનવામાં આવે છે.

વ્રકતુંડ મહાકાય, સૂર્યકોટિ સમ પ્રભ | પ્રાર્થના સાખી – શ્લોક

Rashi Name Gujarati And English

EnglishGujarati
Ariesમેષ
Taurusવૃષભ
Geminiમિથુન
Cancerકર્ક
Leoસિંહ
Virgoકન્યા
Libraતુલા
Scorpioવૃશ્ચિક
Sagittariusધન
Capricornમકર
Aquariusકુંભ
Piscesમીન
Rashi Name Gujarati
આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભજન

12 રાશીઓના નામ અને તેના ગુજરાતી અક્ષરો

રાશિનું નામ ગુજરાતી અક્ષરો
મેષઅ,લ, ઈ
વૃષભબ, વ, ઉ
મિથુનક, છ, ઘ
કર્કડ, હ
સિંહમ, ટ
કન્યાપ, ઠ, ણ
તુલાર, ત
વૃશ્વિકન, ય
ધનભ, ધ, ફ, ઢ
મકરખ, જ
કુંભગ, સ, શ, ષ
મીનદ, ચ, ઝ, થ
Rashi Name Gujarati
જાન્યુઆરી 2024 માં ઉજવવામાં આવતા મહત્વના દિવસો

12 રાશીઓના નામ અને તેના ચિંન્હો (Rashi Name Gujarati and Signs)

રાશિનું નામરાશિના ચિહ્નનુ નામ
મેષચિહ્ન એક ઘેટું
વૃષભચિહ્ન એક બળદ 
મિથુનચિહ્ન એક નર અને નારી
કર્કચિહ્ન એક કરચલો 
સિંહચિહ્ન એક સિંહ
કન્યાચિહ્ન એક નારી
તુલાચિહ્ન એક નર પોતાની હાથમાં ત્રાજવું 
વૃશ્વિકચિહ્ન વીંછી
ધનચિહ્ન એક નરના હાથમાં ધનુષ 
મકરચિહ્ન એક હરણ નું મોઢું
કુંભચિહ્ન એક નર ના ખભા પર કળશ
મીનચિહ્ન બે માછલીઓ
Rashi Name Gujarati and Signs

12 ​​રાશિઓ અને તેમના સ્વામી

 • મેષ (Aries) – મંગળ (Mars)
 • વૃષભ (Taurus) – શુક્ર (Venus)
 • મિથુન (Gemini) – બુધ (Mercury)
 • કર્ક (Cancer) – ચંદ્ર (Moon)
 • સિંહ (Leo) – સૂર્ય (Sun)
 • કન્યા (Virgo) – બુધ (Mercury)
 • તુલા (Libra) – શુક્ર (Venus)
 • વૃશ્ચિક (Scorpio) – મંગળ (Mars)
 • ધન (Sagittarius) – ગુરુ (Jupiter)
 • મકર (Capricorn) – શનિ (Saturn)
 • કુંભ (Aquarius) – શનિ (Saturn)
 • મીન (Pisces) – ગુરુ (Jupiter)

રાશિનો સ્વામી: દરેક વ્યક્તિ જાણે છે કે જન્માક્ષર અનુસાર, લોકોની બાર રાશિઓ હોય છે અને દરેક રાશિનો સ્વામી પણ હોય છે. હવે જો કુંડળીમાં સ્વામી નબળો હોય અથવા અન્ય કોઈ ગ્રહોથી પીડિત હોય તો તે રાશિના વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ આર્ટીકલથી જાણીએ કોણ છે તમામ રાશિઓના સ્વામી અને તે ઉપાયો જેને કરવાથી ગ્રહો બળવાન બને છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને પુસ્તક આધારીત માહિતી છે. માટે અમે તેની પૃષ્ટી કરતા નથી.

મેષ – મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ ગ્રહને મજબૂત કરવા માટે હનુમાનજીની પૂજા કરવાની સાથે તેમની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો જોઈએ જેથી હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા રહે તથા ભાઈ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવાથી મંગળ ગ્રહ મજબૂત બને છે.

વૃષભ – આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર નબળો હોય તો સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ અને શુક્રવારે દેવીની પૂજા કરવાની સાથે કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. તથા તમે તમારા જીવનસાથીને ખુશ રાખો અને નાની છોકરીઓને મીઠાઈ વહેંચો તો શુક્ર પણ બળવાન બને છે.

મિથુન – મિથુન રાશિનો સ્વામી બુધ છે. બુધ ગ્રહ બુધવાર અને ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે. આથી તમે ગાયને લીલો ચારો ખવડાવો, બહેનોને ખુશ રાખો અને તમારે બુધવારે લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, જેનાથી બુધ ગ્રહ બળવાન બને છે.

કર્ક – આ રાશિનો સ્વામી ચંદ્ર છે. નબળા ચંદ્રને કારણે વ્યક્તિ અસ્વસ્થ રહે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે, પૂર્ણિમાના દિવસે ચંદ્રને જુઓ, સફેદ મોતીની માળા અથવા મોતીની વીંટી પહેરવાથી પણ ચંદ્ર મજબૂત બને છે. તમારી માતાની સેવા કરો અને એવું કંઈ ન કરો જેનાથી તે તમારાથી કોઈ પણ નારાજ થાય.

સિંહ – સિંહ રાશિના શાસક ગ્રહોનો રાજા સૂર્ય છે. જ્યોતિષની સલાહ મુજબ ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો અને રૂબી રત્ન પણ ધારણ કરો. તથા પિતાના માર્ગદર્શનનું હંમેશા પાલન કરવાથી સૂર્ય પણ બળવાન બને છે.

કન્યા – મિથુન રાશિની જેમ આ રાશિનો સ્વામી પણ બુધ છે. જ્યારે બુધ નબળો હોય ત્યારે તમારે મગની દાળનું દાન કરવું જોઈએ અને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી બુધ બળવાન બને છે.

તુલા – તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે તમારે તમારી દેવીની પૂજા કરવી, અને સાથે સાથે સફેદ વસ્તુઓનું દાન કરવું પણ તમારા માટે ફાયદાકારક છે.

વૃશ્ચિક – આ રાશિનો સ્વામી મંગળ છે, જો તમે મંગળથી સકારાત્મક પરિણામ મેળવવા માંગતા હોય તો તમારે તેને મજબૂત બનાવવું પડશે, જેના માટે તમારે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને મંગળવારે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.

ધન – ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુનો દિવસ ગુરુવાર છે. જે વ્યક્તિના ગુરુ નબળા હોય તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

મકર – આ રાશિનો સ્વામી શનિ છે. શનિવારના દિવસે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ બળવાન બને છે. તથા તેની સાથે સાથે શારીરિક તંદુરસ્તી પર પણ ધ્યાન આપવું જોઈએ.

કુંભ – શનિ પણ કુંભ રાશિનો સ્વામી છે. જો શનિ નબળો હોય તો તમારે દરરોજ ભગવાન શંકરના શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. શક્ય હોય તો શિવ ચાલીસાનો પાઠ પણ કરવા જોઈએ.

મીન – આ રાશિનો સ્વામી ગુરુ છે. જો ગુરુ નબળો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, આ સાથે જ જ્યોતિષની સલાહ મુજબ પીળા કપડામાં બાંધીને પોખરાજ રત્ન અને હળદરનો ગઠ્ઠો પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે.

zodiac signs with gujarati name picture

Rashi Name Gujarati: 12 રાશિઓના નામ તેના ચિન્હો
Rashi Name Gujarati Image
મેષ (Aries) - મંગળ (Mars)
મેષ (Aries)
વૃષભ (Taurus)
વૃષભ (Taurus)
મિથુન (Gemini)
મિથુન (Gemini)
કર્ક (Cancer)
કર્ક (Cancer)
સિંહ (Leo)
સિંહ (Leo)
કન્યા (Virgo)
કન્યા (Virgo)
તુલા (Libra
તુલા (Libra)
વૃશ્ચિક (Scorpio)
વૃશ્ચિક (Scorpio)
ધન (Sagittarius)
ધન (Sagittarius)
મકર (Capricorn)
મકર (Capricorn)
કુંભ (Aquarius)
કુંભ (Aquarius)
મીન (Pisces)
મીન (Pisces)

Leave a Comment