Smartphone Sahay Yojana Gujarat 2023, ખેડુતોને મોબાઈલ ખરીદવા માટે સરકાર આપે છે 6000 રૂપિયાની સહાય

Rate this post

Smartphone Sahay Yojana Gujarat 2023 | Khedut Mobile Sahay Yojana | Farmer Smart Phone Scheme Gujarat | ખેડૂત મોબાઈલ સહાય યોજના | આઈ ખેડૂત પોર્ટલ યોજના | મોબાઇલ સહાય યોજના | ikhedut mobile sahay yojana

નમસ્તે મિત્રો હું અને તમે બધાજ જાણોજ છો કે આજનો યુગ ડિઝિટલ યુગ છે. તમારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમારી પાસે રહેલ મોબાઈલ માં ગુગલ અથવા યુટ્યુબ ની મદદ થી કોઈ પણ પ્રકારની માહિતી તમે મેળવી શકો છો

પણ મિત્રો તમે એ પણ જાણો છો કે મારા ગુજરાતના લાખો ખેડુતો એવા છે કે જે મહેનત તો કરે છે પણ તે જાજુ ઉત્પાદન લઈ શકતા નથી આથી જાજુ કમાઈ શકતા નથી એની પાછળનું કારણ એક જ છે કે આ પણા ખેડુતો વધારે અભણ છે 

મિત્રો હું એ પણ તમને જણાવવું કે અભણ હોવાનું મોટું નુકશાન શું છે? તો મિત્રો ખેડુતો અભણ હોવાનું મોટું નુકશાન એ છે કે તે કોઈ પણ ખેતીને લગતું કામ હોય તો તેને બીજા પર નભવું પડે છે જેમ કે બીયારણ અથવા તો દવા લેવી હોય તો તેને એગ્રો વાળા જે દવા આપે તેને વાપરવી પડે છે.

આ પણ જરૂર વાંચો: Free Silai Machine Yojana Gujarat 2023

જેના કારણે ખેડુતો નકલી બીયારણ અથવા તો નકલી દવાનો ભોગ બને છે જેના કારણે ખેડુતને ખોટ ખાવાનો વારો આવે છે

Smartphone Sahay Yojana Gujarat 2023
Smartphone Sahay Yojana Gujarat 2023

મિત્રો આ બધીજ સમસ્યાઓ માંથી ખેડુતોને મુક્તી અપાવવા તેમજ આપણા ગુજરાતનો ખેડુત આજના આ ડિઝિટલ યુગમાં પાછળ ન રહીજાય અને ખેડુતો આજના ગુગલ અને યુટ્યુબ જેવા માધ્યમો વડે

ખેતી અને હવામાનને લગતી માહિતી મેળવી ખુબજ પ્રગતી કરે તેવા હેતું સર ગુજરાત સરકારે ખેડુતો માટે એક Khedut Mobile Sahay Yojana બહાર પાડી છે 

આ મોબાઇલ સહાય યોજનામાં ખેડુતોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તો ચાલો જોઈએ કે આ ikhedut mobile sahay yojana માં કઈ રીતે 6000 રૂપિયાની સહાય મળે છે? સહાય માટે અરજી ક્યાં કરવી તે તમામ માહીતી નીચે આપેલી છે.

Smartphone Sahay Yojana Gujarat

યોજના નું નામSmartphone Sahay Yojana Gujarat 2023 (ખેડૂત મોબાઈલ સહાય યોજના)
રાજ્યગુજરાત
વિભાગખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર
વર્ષ2023
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ધોરણમોબાઇલની ખરીદી પર 6000 રૂપિયા અથવા તો મોબાઈલની કિંમતના 40% જે ઓછું હોય તે
ઓફિસિયલ વેબસાઈટikhedut portal
અરજી કરવાની છેલ્લી તારીખ14/06/2023 સુધી
અરજી કેવી રીતે કરવીઆઇ ખેડુત પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ કેવા ખેડૂતોને મળે છે

તો મિત્રો ગુજરાતના ખેડૂતોને મોબાઇલ ખરીદવા માટે મોબાઈલ સહાય યોજના ની અમુક પાત્રતા  અને માપદંડ રાખવામાં આવ્યા છે  જે તમને અહીં નીચે જણાવવામાં આવ્યા છે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાતનું હોવો જરૂરી છે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવો જરૂરી છે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે

જો કોઈપણ ખેડૂતના સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.

એક ખાસ નોંધ કે મિત્રો આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. મોબાઈલ માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં

આ પણ વાંચો: Divyang Free Bus Pass Yojana Gujarat 2023

ખેડૂત મોબાઈલ સહાય યોજના લાભ કેવી રીતે મળે છે?

તો મિત્રો અગાઉ જણાવ્યા મુજબ આજના આ ડિજિટલ યુગની અંદર ખેડૂતો પણ આ ડિજિટલ યુગની સાથે રહી શકે તેવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.  

અહીં નીચે તમને કેટલાક ઉદાહરણો આપેલા છે તેનાથી તમને સમજવાની અંદર સરળતા રહેશે

ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા  મોબાઈલ એટલે કે 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે

જો કોઈ ખેડૂત મિત્ર ઓછી કે વધારે કિંમતના મોબાઇલ ખરીદ છે તો ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે

દાખલા તરીકે જો કોઈ પણ ખેડૂત 8000/- ની કિંમતનો  મોબાઈલ એટલે કે સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.

પરંતુ જો કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો Mobile એટલે કે SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.

મિત્રો આ ખેડૂત મોબાઇલ સહાય યોજના માત્ર મોબાઇલ ખરીદી માટે જ રહેશે.સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

આ પણ જરૂર વાંચો: Pashu Khandan Sahay Yojana Gujarat 2023

ખેડૂત મોબાઈલ સહાય યોજના લાભ  લેવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?

મિત્રો અગાઉ જણાવ્યા મુજબ ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે જે તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે

  • લાભાર્થી ખેડૂત ની આધારકાર્ડ ની નકલ
  • લાભાર્થી ખેડૂત ના બેંક ની પાસબુક ની નકલ
  • લાભાર્થી ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ
  • લાભાર્થી ખેડૂત નું બેંક ના ખાતા નો રદ કરેલ ચેક
  • લાભાર્થી ખેડૂતે જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું પાકું બીલ 
  • ખરીદેલ મોબાઈલ ફોન નું IMEI Number ની ઝેરોક્ષ

ખેડૂત મોબાઈલ સહાય યોજના ની અરજી માટેના નિયમો

તો મિત્રો ગુજરાતના ખેડૂતોનેઆ યોજનાનો લાભ લેવા માટે સ્માર્ટફોન ખરીદવા માટેના કેટલાક નિયમો બનાવેલ છે. ખેડૂતો આ નિયમોનું પાલન કરશે તેને આ મોબાઇલ સહાય યોજના નો લાભ મળશે તો ચાલો જોઈએ સહાય મેળવવા માટે નિયમો જે નીચે મુજબ છે.

  • ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજુર થયેલ અરજીઓની જાણ લાભાર્થી ખેડૂતોને SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
  • નિયત સમયમાં મોબાઈલ એટલે કે SmartPhoneની ખરીદી કર્યા પછી લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ સહી કરેલ પ્રિંટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

આ પણ જરૂર વાંચો: Mafat Tabibi Sahay Yojana Gujarat 2023

ખેડૂત મોબાઈલ સહાય યોજના ની અરજી ક્યાં કરવી? 

ખેડુત સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો એના માટે તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાંથી અરજી કરી શકો છો

ઓનલાઈન અરજી કરવા માટે ગુગલ માં ટાઈપ કરો ikhedut portal અથવા અંહી ક્લિક કરો

અંહી નીચે ફોટામાં જણાવ્યા મુજબ પહેલી વેબસાઈટ આવે તેના પર ક્લિક કરો

હવે અંહી નીચે ફોટામાં  જણાવ્યા મુજબ યોજનાઓ ઉપર ક્લિક કરો

હવે તમને અહીં નીચે ફોટામાં જણાવ્યા મુજબ ખેતીવાડી યોજનાઓ  જોવા મળશે તો તેના પર ક્લિક કરો

ત્યાર પછી તમને અહીં ફોટામાં જણાવ્યા મુજબ સ્માર્ટફોનની ખરીદી માટેની સહાય યોજના જોવા મળશે તમને જમણી બાજુ અરજી કરો તેવું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો

આ પણ જરૂર વાંચો: Tar Fencing Yojana Gujarat 2023

Leave a Comment