Tar Fencing Yojana Gujarat 2023: શું તમારા ખેતરને રોઝ અને ભુંડના ત્રાસ થી બચાવવું છે, જાણો સંપુર્ણ માહિતી,

Rate this post

Tar Fencing Yojana Gujarat 2023 | તાર ફેન્સીંગ યોજના 2023 | ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 | કાંટાળા તારની વાડ માટેની યોજના

નમસ્તે મિત્રો હું અને તમે બધા જાણીએજ છીએ કે ગુજરાતના ખેડુતોની હાલત શું છે? આજ કાલ ગુજરાતના લગભગ ખેડુતો કોઈ ને કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, 

કોઈ ખેડુતો પાણીની સમસ્યા તો કોઈ ખેડુતો લોન ની સમસ્યાનો સામનો પણ આજે હું તમને જે સમસ્યા બતાવીશ તે સમસ્યાઓનો સામનો ગુજરાતના 80% લોકો કરી રહ્યા છે તે સમચ્યા છે. જંગલી પ્રાણી જેમ કે રોઝ નીલ ગાય ભુંડ તેમજ રેઢ્યાર ખુંટિયાઓ 

મિત્રો હું એક ખેડુત પુત્ર હોવાથી મને સારી રીતે ખ્યાલ છે કે આ એક એવી પ્રોબલમ છે જેનાથી ખેડુતો એટલી હદે કંટાળી ગયા છે કે એમ થાય કે આના કરતા કોઈ બીજો ધંધો કરવો સારો 

પણ મિત્રો ગભરાવવાની જરૂર નથી આજે હું તમને આ પોસ્ટમાં એક ગુજરાત સરકારની એક એવી યોજના કે જેની મદદ તમે તમારા ખેતરની ફરતે તાર ફેન્સીંગ કરી અને આવા જંગલી પ્રાણી અને આવા ખેડુતોના પાક ને નુંકશાન કરતા પ્રાણીઓ થી રક્ષણ આપે છે 

મિત્રો આ યોજનાનું નામ છે ” તાર ફેન્સીંગ યોજના 2023 (tar fencing yojana gujarat 2022-23) ” મિત્રો આ યોજનાનો ખેડુતો ને શું શું લાભ મળે છે? કેટલો લાભ મળે છે?

આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તેની સંપુર્ણ માહિતી તમને અંહી આપવામાં આવી છે તો ચાલો જોઈએ ” ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના “

આ પણ જરુર વાંચો : Godown Subsidy Scheme Gujarat 2023

Tar Fencing Yojana Gujarat

Tar Fencing Yojana Gujarat 2023 Table

 યોજના નું નામતાર ફેન્સીંગ યોજના 2023 (Tar Fencing Yojana Gujarat 2023)
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ધોરણ100 રૂપિયા  પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50% બે માંથી જે ઓછુ હોય તે
અરજીઓનલાઇન કરવાની રહેશે
ઓફિસિયલ વેબસાઈટikhedut.gujarat.gov.in/
વર્ષ2023
વિભાગગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજનાનો ઠરાવઅહીંથી જુઓ
Tar Fencing Yojana Gujarat 2023

તાર ફેન્સીંગ યોજના 2023  શું છે

મિત્ર તાર ફેન્સીંગ યોજના એ જંગલના વન્ય પ્રાણી અને આવારા રેઢિયાર પછી જેમ કે ખૂટ્યાઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની અથવા તો સિમેન્ટના થાંભલા વાળી કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (Tar Fencing Yojana Gujarat) 

મિત્રો આ યોજના ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 08/12/2020 ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.

આમ તો આ યોજના વર્ષ 2005 થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે તેવા ઉદ્દેશ સાથે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.

મિત્રો આ૫ણા દેશના અને ગુજરાતના લોકલાડીલા એવા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. 

ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે.

રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સહયોગથી રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાનાની ’ ઇ-શરૂઆત ગાંધીનગર ખાતેથી કરી હતી.

જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (tar fencing yojana Gujarat) નો ૫ણ સમાવેશ થાય છે.

 તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું

1. આ યોજના હેઠળ ખેડૂત/ ખેડૂતોએ જૂથમાં તેમની અરજીઓનું ક્લસ્ટર બનાવી -khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૫ (પાંચ) હેક્ટરનો વિસ્તાર(ક્લસ્ટર) માન્ય રહેશે. 

2. સામુહિક ખેડૂતોની અરજી કરનાર તમામે એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે. અરજી સાથે ખેડૂત/ખેડૂતોના જૂથની વિગતો, બેંક ખાતાની વિગત, ૭/૧૨, ૮-અ તેમજ આધારકાર્ડની નકલ તેમજ જૂથ લીડરને પેમેન્ટ કરવાનું એફિડેવિટ,

ખેડૂતો કામગીરી સામુહિક રીતે કરવા સહમત છે તેવું સંમતિ પત્ર તેમજ જૂથના સભ્યોએ અગાઉ તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ લીધેલ નથી એ અંગેનું બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે

તથા અરજદારો દ્વારા અગાઉ આવો કોઈ લાભ મેળવેલ નથી તે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા સુનિસ્ચિત કરવાનું રહેશે. 

3. જિલ્લા વાર લક્ષ્યાંકની ફાળવણી માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે .

સામુહિક ખેડૂતોની અરજી મળ્યાબાદ વધુ અરજીઓ આવે તેવા કિસ્સામાં ઓનલાઈન ડ્રો સીસ્ટમથી મંજૂરી આપવાની રહેશે . તથા તે પ્રમાણે અગ્રતા ક્રમ મુજબની યાદી તૈયાર કરવાની રહેશે.

વર્ષ ને અંતે ડ્રો માં પસંદ ન થયેલ અરજીઓ પછીના વર્ષે કેરી ફોરવર્ડ કરવાની રહેશે જેથી લાભાર્થીએ ફરીથી અરજી કરવાની જરૂરિયાત ન રહે. 

4. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા સરકારના પ્રવર્તમાન ધારાધોરણ તથા પ્રક્રિયા અનુસરીને પાર દર્શક ઈ-ટેન્ડરીંગ પધ્ધતિથી અમલીકરણ એજન્સી નક્કી કરવાની રહેશે. 

5. પસંદગી પામેલ જૂથ લીડરને તેની અરજીની મંજૂરી થયાની જાણ કરવાની રહેશે. અરજીની મંજૂરી થયાની જાણ બાદ જૂથ લીડરે સાધનિક કાગળો/ જરૂરી દસ્તાવેજો ગ્રામ સેવકને મોકલી આપવાના રહેશે.

ગ્રામ સેવકો દ્વારા ઉક્ત અરજીઓ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને દિન-૧૦માં મોકલી આપવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉક્ત અરજીઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને મોકલી આપવાની રહેશે. 

6. સામુહિક ખેડૂતોની અરજી મળ્યાબાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નક્કી કરાયેલ એજન્સી દ્વારા સ્થળની મુલાકાત લઈ જી.પી.એસ. લોકેશન ટેગીંગ કરી કામગીરીની પાત્રતા /ખરાઈ કર્યા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. એ કામગીરી કરવા માટે મંજૂરી આપવાની રહેશે.

7. વિભાગ દ્વારા નકકી કરેલ ડિઝાઈનથી હલકી ગુણવત્તા અથવા ઓછા માલ સામાનવાળી તારની વાડ ખેડૂત બનાવી શકશે નહી, ખેડૂતના જૂથ ઘ્વારા વધુ ખર્ચે ફેન્સીંગ બનાવવામાં આવે તો નિર્ધારિત સહાય ઉપરાંતનો ખર્ચ ખેડૂતોએ કરવાનો રહેશે. 

8. યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબક્કામાં ચુકવવામાં આવશેપ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% સહાયની( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) ચુકવણી કરવામાં આવશે

અને બીજા તબક્કાની ચુકવવા પાત્ર ૫૦% સહાય (રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ લોકેશન ટેગીંગ સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવણી કરવામાં આવશે .

આમ, બે તબક્કામાં મળીને રનીંગ મીટર દીઠ રૂ. ૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછું હોઈ તે મુજબ સહાય મંજુર કરવાની રહેશે . 

9. ખેડૂત જૂથ દ્વારા કામગીરી ૯૦ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જો કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થવાની સંભાવના હોય તો તેવા કિસ્સામાં ઉપર્યુક્ત ૯૦ દિવસ પૂર્ણ થતાં પહેલાં જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ને કારણો સહિત અવધિ લંબાવવા અરજી કરવાની રહેશે, અન્યથા મંજૂરી હુકમ રદ કરવામાં આવશે. 

10. જૂથ લીડરએ તાર ફેન્સિંગની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ક્લેમ જમા કરાવવાનો રહેશે. 

11. ખેડૂત/ ખેડૂતોએ વાડ બનાવ્યા પછી તેની નિભાવણી/ જાળવણી સ્વખર્ચે કરવાની રહેશે. 

12. યોજનાની સંપૂર્ણ કામગીરી i-Khedut પોર્ટલ મારફત ઓનલાઈન અરજી મેળવીને કરવાની રહેશે તથા ચુકવણું PFMS(DBT)થી કરવાનું રહેશે.

13.  આ યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી નોડલ અધિકારી રહેશે. 

14. આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાનો રહેશે. 

15. ઉપરોક્ત શરતોમાં ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવાની જરૂર જણાય તો રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેશે.

સિમેન્ટના થાંભલાવાળી કાંટાળા તારની વાડની ડીઝાઇન  કેવી હોવી જોઈએ

  • ખેડુત/ ખેડુત જુથે નીચે મુજબના સ્પેસિફિકેશન (ઓછામાં ઓછા)મુજબ કામગીરી કરવાની રહેશે
  • થાંભલા ઉભા કરવા માટેના ખાડાનું માપ 0.40 × 0.40 × 0.40 મીટર હોવું જોઈએ
  • થાંભલાની સાઈઝ ( સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસડ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ ક્વોલિટીના હોવા જોઈએ અને તેમાં ઓછામાં ઓછા ૪ તાર વાળા અને મિનિમમ ડાયામીટર 3.50 mm) 2.40 × 0.10 × 0.10 મીટર હોવું જોઈએ
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 3.00 મીટર હોવું જોઈએ
  • દર 1500 મીટરે સહાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનું માપ / સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના પાયામાં માપ 1 : 5 : 10. મુજબ સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે. ( 1 સિમેન્ટ : 5 રેતી : 10 કાળી કપચી)
  • કાંટાળા તાર ( Barbed Wire) માટેના લાઈન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.50 mm. ±0.08 mm રહેશે. કાંટાળા તાર ISI માર્કા વાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને G.I કોટેડ હોવા જોઈએ.

તો મિત્રો તમને આ Tar Fencing Yojana Gujarat 2023 વિશેની પોસ્ટ કેવી લાગી અમને જરૂર જાણાવજો

Leave a Comment