Vijay Diwas: ભારતમાં વિજય દિવસ કયારે અને, શા માટે ઉજવવામાં આવે છે?

Rate this post

Vijay Diwas: નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ અમારી આ મિત્રો તમને આ પોસ્ટમાં ભારતમાં વિજય દિવસ (Vijay Diwas) કયારે અને શા માટે ઉજવવામાં આવે છે. તેની સંપુર્ણ માહિતી.

તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કેટલા યુદ્ધો થયા છે અને તેના પરિણામોના અંત કેવી રીતે આવ્યા તેની પણ માહિતી આપવામાં આવી છે. તો ચાલો જોઈએ વિસ્તાર થી.

વિજય દિવસ (Vijay Diwas 2023)

ભારતમાં વિજય દિવસ 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીત થઈ હતી તેની ઉજવણી કરવા માટે આ વિજય દિવસ મનાવવામાં આવે છે.

આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું. પૂર્વ પાકિસ્તાન આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

વિજય દિવસ પર શહીદો અને તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસ દેશ માટે સશસ્ત્ર દળોની ભૂમિકાને મજબૂત કરવા માટે પણ ઉજવવામાં આવે છે.

સાથે જ તમને જણાવી દઈએ કે ભારતમાં 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 1999માં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં ઉજવવામાં આવે છે.

આ દિવસે ભારતીય સૈનિકોએ કારગીલની બરફીલા શિખરો પર લગભગ ત્રણ મહિનાની લાંબી લડાઈ બાદ પાકિસ્તાને હરાવ્યું હતું.

રાષ્ટ્રીય ઘોડા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?, સૌથી મોંઘો ઘોડો કયો છે?

Vijay Diwas in Gujarati
Vijay Diwas in Gujarati

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં થયેલ યુદ્ધો

મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 1947, 1965, 1971 અને 1999 એમ ચાર યુદ્ધો થઈ ચૂક્યા છે.

આ યુદ્ધોમાં સૌથી મોટો મુદ્દો કાશ્મીરનો રહ્યો છે.1947માં થયેલા યુદ્ધને પ્રથમ કાશ્મીર યુદ્ધ કહેવામાં આવે છે.

પાકિસ્તાનના ઓપરેશન જીબ્રાલ્ટરને કારણે 1965નું યુદ્ધ શરૂ થયું હતું. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાને કાશ્મીરમાં સેના ઘુસાડવાની યોજના બનાવી હતી.

1971ના યુદ્ધને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધને કારણે બાંગ્લાદેશ નામના નવા દેશનું નિર્માણ થયું.

1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી યુદ્ધ થયું હતું.

ભારત અને પાકિસ્તાનના યુદ્ધો વચ્ચે થયે સમજુતીઓ

મિત્રો, તમારામાંથી 90% લોકો ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર યુદ્ધ કરારો વિશે જાણતા નથી, હું તમને જણાવી દઉં.

  • 1947ના યુદ્ધમાં કોઈ સમજૂતી થઈ ન હતી.
  • તાશ્કંદ ઘોષણા 1966 માં કરવામાં આવી હતી.
  • શિમલા કરાર 1972માં થયો હતો.
  • લાહોર ઘોષણા 1999 માં કરવામાં આવી હતી.

વિજય દિવસ વિશેના પરિક્ષા લક્ષી પશ્નો (Vijay Diwas FAQs)

ભારતમાં વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

ભારતમાં વિજય દિવસ 16 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.

ભારતમાં કારગીલ વિજય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ભારતમાં કારગીલ વિજય દિવસની ઉજવણી 26 જુલાઈના રોજ કરવામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કેટલા યુદ્ધ થઈ ચૂક્યા છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર યુદ્ધ થઈ શક્યા છે.

16 ડિસેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનના કયા યુદ્ધની જીતની ઉજવણી કરવામાં આવે છે?

16 ડિસેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 માં થયેલા યુદ્ધ માં ભારતનો વિજય થયો છે. તેની યાદની અંદર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Comment