નમસ્તે મિત્રો શું તમે જાણો છો કે (Nelson Mandela International Day) નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ કયારે અને શા માટે ઉજવવામાં આવે છે? નથી જાણતાને કોઈ વાંધો નહી આ પોસ્ટમાં તમને નેલ્સન મંડેલા (Nelson Mandela) અને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ વિશે વિસ્તાર પુર્વક અને સંપુર્ણ જાણકારી આપવામાં આવી છે. તો ચાલો આપણે સૌથી પહેલા જાણીએ કે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ કયારે ઉજવવામાં આવે છે.
આ પણ જરૂર વાંચો: કાકડી ખાવાના ગેરફાયદા
When is Nelson Mandela International Day celebrated? (નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?)
તો મિત્રો સમગ્ર વિશ્વમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 18 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે. કારણ કે નેલ્સન મંડેલા 1994 થી 1999 સુધી દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 18 જુલાઈ, 1918 ના રોજ, દક્ષિણ આફ્રિકાના મવેઝોમાં થયો હતો, મંડેલા આફ્રિકામાં થયેલ રંગભેદ લડત સામેના સંઘર્ષમાં મુખ્ય વ્યક્તિ હતા અને દક્ષિણ આફ્રિકાના બહુ-વંશીય લોકશાહી સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
નેલ્સન મંડેલા કાળા લોકોના અધિકારો માટે લડ્યા હતા, નેલ્સન મંડેલાએ પોતાનું જીવન સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવા અને માનવતાની સેવા માટે સમર્પિત કર્યું હતું. માટે તેમના યોગદાન માટે તેમને 1993માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ જરૂર વાંચો: જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા