tamalpatra na fayda in gujarati: મિત્રો તમાલપત્ર એક પ્રકારનો સુગંધિત મસાલો છે. જે ભારતીય રસોઈમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ તમાલપત્ર કોઈપણ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવાનું કામ કરે છે. સાથે સાથે આયુર્વેદમાં પણ આ ઔષધીય પાનનું સેવન કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે તેવું જણાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આજે આપણે આ વિડિયામાં તમાલપત્ર ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું.
તમાલપત્રના ફાયદા
તમાલપત્રને પાણીમાં ઉકાળીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ તત્વો શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે.
દરરોજ સવારે તમાલપત્રનું પાણી પીવાથી પાચન શક્તિમાં વધારો થાય છે. તે તમારા બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
તમાલપત્રમાં વિટામીન A, B, C, E, આયર્ન, અને કેલ્શિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
તમાલપત્રને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જો તમારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તો તમે તેનું સેવન કરી શકો છો.
તમાલપત્રનું સેવન કરવાથી શરીરને ઘણી બધી ઉર્જા મળે છે. તે શરીરમાં પોષણની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે.