મિત્રો સમગ્ર વિશ્વમાં દર વર્ષે મચ્છરોના કરડવાના કારણે અનેક લોકોને વિવિધ પ્રકારની બિમારી થતી હોય છે જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. તમે બધાજ જાણો જ છો કે.મચ્છર ને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવે છે. આ મચ્છરોના ઉપદ્રવને રોકવા બજારમાં વિવિધ પ્રકારના સ્પ્રે, ઇલેકટ્રીક મશીન તેમજ અગરબત્તી મળે છે. પરંતુ આ પોસ્ટમાં આપણે મચ્છરોને ભગાડવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો વિશે જાણાવીશું જે તમને ઘરે સરળતાથી મળી જશે તો ચાલો આપણે જોઈએ ઘર માંથી મચ્છરો ભગાવવાના કેટલાક ઘરેલું ઉપાયો
ઘરમાંથી મચ્છરો ભગાવવાના કેટલાક ઘરેલું ઉપાયો
૧. લીમડાનું તેલ
મિત્રો લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં બેસ્ટ સાબીત થયું છે. અમેરિકાની મોસ્કૂટો કન્ટ્રોલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ પ્રમાણે કોપરેલ તેલ અને લીમડાના તેલને સરખા માત્રામાં લઇને શરીર પર લગાડવાથી મચ્છર આસપાસ ફરકશે નહીં. કારણ કે એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટિરિયલ ગુણોથી ભરપૂર લીમડાના તેલની ગંધથી મચ્છર દૂર ભાગે છે.
૨. ફુદીનો
મિત્રો મચ્છરોને ઘરમાથી ભગાડવા માટે મિન્ટ ઓઇલ એટલે કે ફૂદીનાનું તેલ ખુબજ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઇલને શરીર પણ લગાડવાથી મચ્છર કરડતા નથી તથા મચ્છરને ભગાડવા ઘરમાં ફુદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક આવતા નથી. ફુદીનાના પાનને પાણી સાથે ઉકાળીને તે પાણીનું ઓરડામાં સ્પ્રે કરવાથી પણ મચ્છર આવતા નથી.
૩. તુલસી
મચ્છરોને ઘરમાથી દુર કરવામાં તુલસીનું પણ ખુબજ મહત્વ છે. જો આપણા રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં ઘુસતા નથી. આ વાતનો ઉલ્લેખ આર્યુવેદમાં પણ કરવામાં આવ્યો છે. તુલસીના છોડ મચ્છરને ભગાડવામાં ખુબજ કારગર ઉપાય છે.
૪. કપૂર
મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે કપૂર પણ ખુબજ કારગર સાબિત થયું છે. જો તમે દરરોજ સાંજે ઘરમાં રૂમના દરવાજા અને બારીને બંધ કરીને કપૂરનો હવન કરી. ૧૫-૨૦ મિનીટ સુધી રૂમને બંધ રાખવો. જેથી રૂમમાં રહેલા તમામ મચ્છરો દૂર થશે તેમજ બહારના મચ્છરો રૂમમાં આવશે નહી.
આ પણ જરૂર વાંચો: ચાંદીપુરા વાયરસ શું છે?તેના લક્ષણો શું છે, કેવી રીતે ફેલાય છે