chandipura virus gujarati
chandipura virus gujarati

Chandipura Virus: ચાંદીપુરા વાયરસ શું છે?તેના લક્ષણો શું છે, કેવી રીતે ફેલાય છે

chandipura virus gujarati: નમસ્તે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી એક ચાંદીપુરા નામના વાયરસે (chandipura virus) નાના નાના બાળકો પર આતંક મચાવ્યો છે જેના કારણે ઘણા બધા બાળકો મૃત્યું પામ્યા છે. તો ચાલો મિત્રો આપણે આ પોસ્ટમાં આ વાયરસ શું છે, તેની સંપુર્ણ માહિતી મેળવીએ. 

ચાંદીપુરા વાયરસ શું છે? (Chandipura Virus)

ચાંદીપુરા વાયરસ (chandipura virus) એ એક પ્રકારની ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાતો વાયરસ છે, આ વાયરસ રાબડોવિરિડે પરિવારનો સભ્ય છે, આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ વાયરસનો પ્રથમ કેસ 1965માં ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો,

ત્યાર બાદ જૂન અને ઓગસ્ટ 2003 આ વાયરસના કેસો આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં જોવા મળ્યા હતા જેમાં 329 બાળકો વાયરસથી સંક્રમિત થયા હતા અને તમાથી 183 મૃત્યુ પામ્યા હતા, ત્યાર બાદ ફરી એક વાર 2004માં ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા કેસો જોવા મળ્યા હતા અને બાળકોના મૃત્યુ  થયા હતા,

ત્યાર બાદ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાત રાજ્યમાં અચાનક 27 જૂનથી હિંમતનગર સિવિલમાં એકાએક બિમાર બાળકો દાખલ થવા લાગે છે અને ડોક્ટર પણ ચિંતામાં મુકાઈ જાય છે. કે બાળકોમાં આ બીમારી કઈ જાગી છે, જેમા બાળકોને એકાએક તાવ આવવો, ઉલટી થવા લાગવી તથા માથાના દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આ સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ જાય છે. અને પછી ડોક્ટરોને જાણવા મળે છે કે આ ચાંદીપુરા નામનો વાયરસ છે, જે બાળકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે.

આ પણ જરૂર વાંચો: કાકડી ખાવાના ગેરફાયદા 

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

મિત્રો ચાંદીપુરા વાયરસ લગભગ મોટાભાગે 15 વર્ષથી નીચેના બાળકોમાં જ જોવા મળે છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકને અચાનક તાવ આવવા લાગે છે, તિવ્ર માથાનો દુઃખાવો થવા લાગે છે, આંખો એકદમ લાલ થઈ જાય છે, બાળક સાવ અશક્ત જોવા મળે છે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે , બાળકને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવા જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે.

આ રોગ બાળકો માટે કાળ સાબીત થઈ શકે છે માટે જો તમારા બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો તરતજ નજીકના દવાખાને લઈ જવા વિનંતી. 

આ પણ જરૂર વાંચો: અંજીર ના ગેરફાયદાઓ

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?

મિત્રો આ ચાંદીપુરા નામનો વાયરસ લગભગ ચોમાસા જેવી ઋતુમાં વધારે જોવા મળે છે કારણ કે તે ફ્લેબોટોમાઇન નામની ફ્લાય માખીને કારણે ફેલાય છે. તથા તે એડીસ મચ્છરને કારણે પણ ફેલાય છે.

માટે જે જગ્યા પર ગંદુ પાણી ભરાતું હોય, જ્યાં લોકો ખુલ્લામં શૌચ અને પેશાબ કરવા માટે જતા હોય તથા આ માખીઓ અને વાયરસ કાચા અને પાકા મકાનોની દિવાલો પર જોવા મળે છે.

આ પણ જરૂર વાંચો: વરિયાળી ખાવાના ગેરફાયદાઓ

ચાંદીપુરા વાયરસ થી બચવા શું કરવું?

મિત્રો ચાંદીપુરા વાયરસના ચેપ માટે કોઈ ચોક્કસ સારવાર અથવા રસી ઉપલબ્ધ નથી, તેથી તાવ ઝાડા ઉલટી જેવા લક્ષણો જણાય તો તરતજ રાહ જોયા વગર સારવાર કરવી તથા જ્યા પાણી ભરાતા હોય ત્યાં મચ્છર નિયંત્રણ માટેની દવાનો છંટકાવ કરવો.

આ પણ જરૂર વાંચો: વરિયાળી ખાવાના ગેરફાયદાઓ

નોંધ: અંહી આપેલી તમામ માહિતી ઈંટરનેટના માધ્યમથી રિસર્સ કરીને આપવામાં આવેલી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *