હળદર ખાવાથી થતા ફાયદા | Haldar Khavana Fayda in Gujarati

haldar khavana fayda in gujarati : નમસ્કાર મિત્રો આજે આપણે આ પોસ્ટમાં હળદરના કેટલાક અદભુત ફાયદાઓ વિશે વાત કરીશું જે આપણા શરીરને સ્વસ્થ સુંદર અને નિરોગી રાખવામાં મદદ કરશે.

હળદર ખાવાથી થતા ફાયદા | Haldar Khavana Fayda in Gujarati

શેકેલી હળદરનું ચૂર્ણ અને કુંવરપાઠા ના ગર્ભનો સમાન માત્રામાં મિશ્રણ લઇ જો તેનો લેપ હરસ મસા પર કરવામાં આવે તો તેનાથી હરસ મસામાં રાહત મળે છે. 

 હળદરને મધ સાથે કે ગરમ દૂધ સાથે પીવાથી કાકડા અને ઉધરસ મટે છે

અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી કફ અને ગળાના રોગોમાં રાહત મળે છે.

એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી ચામડીના રોગો,, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, કોઢ, ખંજવાળ, અપચો વગેરે મટે છે.

અડધી ચમચી હળદરનું ચુર્ણ, ત્રણ ચમચી અરડુસીનો રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ખાવાથી કફ, ઉધરસ, શરદી અને દમ મટે છે.

હળદર અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ સવાર-સાંજ ૧-૧ ચમચી લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો મોઢાંમાં રાખી તેનો રસ ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

ગોળ ગૌમુત્ર અને હળદરને સમાન માત્રામાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે ખાલી પેટ પીવાથી હાથીપગુ મટે છે.

હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી જો રોગગ્રસ્ત ચામડી પર લગાડવામાં આવેતો ચામડીના મોટા ભાગના રોગો મટી શકે છે

જો હાથ કે પગમાં મચકોડ લાગ્યુ હોય તો હળદર અને મીઠામાં પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

હળદર અને સાકર મિક્ષ કરી ચુસવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે અને સ્વર સારો થાય છે.

દરરોજ સવારે હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આ પણ જરૂર વાંચો:

ઘરમાંથી મચ્છરો ભગાવવાના કેટલાક ઘરેલું ઉપાયો

ચાંદીપુરા વાયરસ શું છે?તેના લક્ષણો શું છે, કેવી રીતે ફેલાય છે

કાકડી ખાવાના ગેરફાયદા

અંજીર ના ગેરફાયદાઓ

ચણા ખાવાના ફાયદા અને ગેરફાયદા

Haldar Khavana Fayda in Gujarati Videos

Comments

No comments yet. Why don’t you start the discussion?

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *