kala mari na fayda in gujarati: મિત્રો કાળા મરીને આયુર્વેદમાં ખુબજ અગત્યની ઔષધી માનવામાં આવી છે, આ કાળા મરીનો ઉપયોગ આપણે રસોઈ બનાવવામાં મસાલા તરીકે સ્વાદ અને સુગંદ મેળવવા માટે કરતા હોઈએ છીએ, પરંતું તેનું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. તો આજે આપણે આ પોસ્ટમાં કાળા મરી ખાવાથી થતા કેટલાક અદભુત ફાયદાઓ વિશે વાત કરીશું.
કાળા મરી ના ફાયદા | કાળા મરી ખાવાના ફાયદા
ઘી અને કાળા મરીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત મળે છે. એટલું જ નહીં ઘી અને કાળા મરીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે.
કાળા મરીનો ઉપયોગ કફ અને શરદી મટાડવા માટે થાય છે. રાત્રે સૂતા પહેલા ચપટી કાળા મરીને એક ચમચી મધ અને આદુના રસ સાથે ખાવાથી કફ મટે છે.
યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ કાળા મરીમાં પિપરીન નામનું કેમિકલ હોય છે. જે કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.
મહિલાઓમાં સ્તન કેન્સરને રોકવા માટે જો કાળા મરીને હળદર સાથે ખાવામાં આવે તો તે વધારે ફાયદાકારક છે.
કાળા મરીમાં રહેલા પિપરીન તત્વને કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે.
કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં હાઈડ્રોક્લોરિક એસિડ વધુ બને છે, જે પાચનમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેનાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવું, કબજિયાત, એસિડિટી કે ગેસની સમસ્યાથી રાહત આપે છે.
કાળા મરીને ખાંડ અને તેલમાં મિક્સ કરીને ચહેરા પર ઘસવાથી ચહેરા પરથી ગંદકી દુર થઈ જશે. જેનાથી ત્વચા એકદમ ચમકદાર બનશે.
2010માં થયેલા એક રિસર્ચ અનુસાર કાળા મરી શરીરની ચરબી ઘટાડવાનું કામ કરે છે. તે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરે છે. તથા તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
જો તમને માથામાં ખોડાની સમસ્યા હોય તો દહીંમાં કાળા મરી મિક્સ કરીને માથામાં માલિશ કરો. અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો. તેનાથી માથામાં ખોડો પણ ઓછો થશે અને વાળ ચમકદાર બનશે.
જો તમને પેઢામાં સોજા આવવાની અથવા મોઢામાં શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો તમે પાણીમાં એક ચપટી મીઠું અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને પેઢા પર ઘસો. તેનાથી આ સમસ્યા દુર થશે.
કાળા મરીના સેવનથી શરીરમાં સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે. તે સારા મૂડ માટે જવાબદાર છે.
આ પણ જરૂર વાંચો:
ઘરમાંથી મચ્છરો ભગાવવાના કેટલાક ઘરેલું ઉપાયો
સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ