સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ: મિત્રો વરિયાળીમાં ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં મળી આવે છે. માટે વરિયાળીના પાણીનું સેવન આપણા પેટ માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વરિયાળીમાં ઝિંક પણ સારી માત્રામાં હોય છે, જે ટેસ્ટોસ્ટેરોનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. વરિયાળીમાં રહેલા ફાઈબર અને પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક હોઈ છે.
જો કે દવાઓની સાથે વરિયાળીનું સેવન ન કરવું જોઈએ. ઘણા લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે અને જો વરિયાળી ખાધા પછી ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ થાય છે, તો તેનું સેવન બંધ કરવું જોઈએ.
તો ચાલો આપણે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના બીજા ઘણા ફાયદા છે. તેને જોઈએ
વરિયાળી ખાવાના ફાયદાઓ
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી વજન ઘટે છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રિત રહે છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી હાડકાં મજબૂત બને છે.
- સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે
વરિયાળી ના ગેરફાયદાઓ
વધુ પડતું વરિયાળીનું સેવન કેટલાક લોકો માટે એલર્જીનું કારણ પણ બની શકે છે જેમ કે શરીરમાં ખંજવાળ આવવી, સોજાનો અનુભવ થવો તથા નબળાઈ જેવું લાગવું.
વધુ પડતું વરિયાળીનું સેવન કરવાથી અમુક લોકોને પેટનું ફૂલવું, ગેસ અથવા ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.
વધુ પડતું વરિયાળીનું સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓએને હોર્મોન સ્તરો પર અસર કરી શકે છે માટે સગર્ભા સ્ત્રીઓએ વરિયાળીનું સેવન ધ્યાન પુર્વક કરવું જોઈએ.
વધુ પડતું વરિયાળીનું સેવન કરવાથી તે અમુક પ્રકારની દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે માટે જે લોકો લોહીને પાતળુ કરવાની દવા, એસ્ટ્રોજન આધારિત દવા તથા યકૃત દ્વારા ચયાપચયની દવાઓ લેતા હોય તેને ડૉક્ટરની સલાહ પ્રમાણે વરિયાળીનું સેવન કરવું જોઈએ.
નાના બાળકો માટે વરિયાળીના સેવનની ની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે તે એલર્જીક પ્રતિક્રિયાઓ તથા અન્ય પ્રતિકૂળ અસરોનું કારણ બની શકે છે. માટે નાના બાળકોએ વરિયાળીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.