જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા | Jiru khavana fayda ane gerfayda: મિત્રો જીરું એ બીજના રૂપમાં છોડમાંથી મેળવવામાં આવતી એક ખુબજ અગત્યની ઔષધિ છે. જીરું ભારત અને ચીન સહિત આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. જીરું સામાન્ય રીતે આખુ અને પાવડર સ્વરૂપે બજારમાં મળે છે. મિત્રો જીરુ ખાવાથી શરીરમાં અસખ્ય લાભો થવાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગમાં ખુબજ વધારો થયો છે. જીરુંનો ઉપયોગ મુખ્યત્વે વાનગીઓમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે થાય છે. આ ઉપરાંત, તેમાં ઘણા સ્વાસ્થ્ય
Table of Contents
જીરું ખાવાના ફાયદાઓ
વર્ધક ગુણો જોવા મળે છે, જેના કારણે તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઘરેલું ઉપચાર તરીકે થાય છે.
તથા આયુર્વેદ મુજબ જીરુંમાં અનેક શારીરિક રોગોને મૂળમાંથી ખતમ કરવાની છે. તો ચાલો આપણે આ વિડિયોમાં જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
કેટલાક અભ્યાસો મુજબ જીરું ખાવાથી શરીરનું વજન ઘટે છે. કારણ કે જીરુંમાં થાઇમોક્વિનોન નામનું સક્રિય તત્વ જોવા મળે છે, જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલને નાબુદ કરવામાં મદદ કરે છે. આમ શરીર ઝેરથી મુક્ત થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો દરરોજ 3 ગ્રામ જીરું ખાવામાં આવે તો તે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) અને ટ્રાઈગ્લિસરાઈડને ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, જીરુંનું સેવન ગુડ કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર વધારવામાં પણ ખુબજ મદદ કરે છે.
મિત્રો ડાયાબિટીસથી પીડિત કેટલાક પ્રાણીઓ પર જીરુંનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં જાણવા મળ્યું હતું કે જીરું ખાવાથી લોહીમાં રહેલ શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેઓએ ડાયાબિટીસ્ને ઘટાડવા માટે જીરૂ ખાવાની જરૂર છે
મિત્રો જીરામાં કેટલાક ખાસ એવા તત્વો જોવા મળે છે જે લાર્વિસાઇડ અને એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. જીરુંના તેલમાં જોવા મળતા કેટલાક સંયોજનો એટલા શક્તિશાળી હોય છે કે તે એન્ટિસેપ્ટિક દવાઓ કરતાં વધુ અસરકારક રીતે કામ કરે છે. તેથી, જીરુંનું સેવન ઘણી રીતે ચેપનું જોખમ ઘટાડી શકે છે.
કેટલાક અભ્યાસો એ પણ દર્શાવે છે કે જીરું શારીરિક અને માનસિક તણાવને દૂર કરવામાં ખુબજ મદદ કરી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જીરુંમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ તણાવ ઘટાડવામાં વિટામિન સી કરતા વધુ શક્તિશાળી હોઈ શકે છે.
આ સિવાય જીરૂ પર એવા ઘણા બધા અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જીરું માસિક ધર્મના દુખાવા, ઝાડા અને પેટમાં ગેસને ઘટાડવામાં ખુબજ અસરકારક જણાયું હતું.
તો મિત્રો આ હતા જીરું ખાવાના ફાયદા તો ચાલો હવે આપણે જીરું ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે તો તેને પણ જોઈ લઈએ
આ પણ જરૂર વાંચો: સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ
જીરું ખાવાના ગેરફાયદાઓ
તો મિત્રો જીરાનો ખોરાકમાં ઉપયોગ કરવો સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. પરંતું જો સારવાર તરીકે સામાન્ય કરતાં વધુ માત્રામાં જીરુ ખાવામાં આવે તો તે અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે પેટમાં દુખાવો થવો,, ગેસનું નિર્માણ થવું, પેટ અને છાતીમાં બળતરા થવી તથા ઉબકા થવા વગેરે.
આ શિવાય મિત્રો કેટલાક સંશોધકો માને છે કે જીરામાં કેટલાક એવા સંયોજનો જોવા મળે છે, જે મહિલાઓની કસુવાવડનું કારણ બની શકે છે. તેથી, જો તમે ગર્ભવતી છો, તો તમારે જીરુંનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તથા કેટલાક લોકોને જીરાથી એલર્જી પણ થઈ શકે છે, તેથી તેનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ.
આ પણ જરૂર વાંચો: ચણા ખાવાના ફાયદા અને ગેરફાયદા