taj na fayda in gujarati: નમસ્કાર મિત્રો તજ ને આયુર્વેદમાં ખુબજ મહત્વપુર્ણ ઔષધી માનવામાં આવી છે, જેનો ઉપયોગ આપણે રસોઈમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ, પરંતું તે આપણા શરીરના સ્વાસ્થય માટે પણ ખુબજ ફાયદાકારક છે, તો ચાલો આજે આપણે આ પોસ્ટમાં માં તજ ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે વાત કરીશું.
તજ ના ફાયદા । તજ ખાવાના ફાયદા
મરી, તજ, અને આદુના રસનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.
જે વ્યક્તિને દાઢ દુખતી હોત તેણે તજ ના તેલ માં રૂ બોળી ને તે રૂ નું પૂમડું દુખતી દાઢ પર રાખવાથી દાઢ નો દુખાવો ઓછો થાય છે.
જો કોઈ વ્યક્તિને શરદીથી માથું દુખતું હોય તો તજ ને પાણી માં ધસી, ગરમ કરી તેનો લેપ કપાળ પર લગાવવાથી માથું મટી જાય છે.
એક કપ પાણીમાં તજના તેલના 2-3 ટીપાં મેળવી તેને પીવાથી ઇન્ફ્લુએન્ઝા, હોજરીમાં દુખાવો, આતરડાનો દુખાવો અને ઉલટીમાં ફાયદો થાય છે.
તજ નું સેવન કરવાથી હૃદયરોગ, મૂત્રાશયના રોગ, કૃમીઓ, અરુચિ, ખંજવાળ જેવા રોગોમાં ખુબજ ફાયદો થાય છે.
તજમાં જંતુનાશક ગુણધર્મો હોવાથી તજનું સેવન કરવાથી ક્ષય, ટાઇફોઇડ, ટાઇફસ જેવા ચેપી રોગો ના કિટાણુંઓનો નાશ કરે છે.
તજ નું સેવન કરવાથી તાવ, ઉલટી, પેટની ચૂંક, અને આફરો મટે છે.
તજ અને હીમજનું ચૂર્ણ કરીને ગરમ પાણીમાં મિક્ષ કરીને રાત્રે પીવાથી સવારે પેટ સારી રીતે સાફ થઇ જાય છે. અને કબજીયાત મટી જાય છે.
બિલાનો ગર્ભ, તજ અને રાળનું ચૂર્ણ બનાવીને ગોળ અને દહીંમાં મિક્ષ કરીને સેવન કરવાથી શૂળવાળા માં જલ્દી ફાયદો થાય છે.
તજ અને સફેદ કાથા નું સરખે ભાગે ચૂર્ણ બનાવી તેને મધ માં નાખીને સેવન કરવાથી અપચા ની સમસ્યા માં ફાયદો થાય છે.
તજ ના ભૂકાને ગરમ પાણી સાથે પીવાથી મરડો મટે છે.
જો તમને ઉધરસ ની સમસ્યા હોય તો અડધી ચમચી તજ નો ભુક્કો અને એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી ખુબ જ ફાયદો થાય છે.
આ પણ જરૂર વાંચો:
ઘરમાંથી મચ્છરો ભગાવવાના કેટલાક ઘરેલું ઉપાયો
સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ